ગુજરાતમાં રાજસ્થાની વેપારીઓની સંખ્યા પણ ઘણી જ છે , ત્યારે વેપારીવર્ગ ધરાવતો આ સમાજ કોરોનાની મહામારી માં પણ ખુબ જ ઉષ્કૃષ્ટ સેવા આપી છે. ત્યારેGJ-18ખાતે રાજસ્થાન રાજ્ય સ્થાપના દિવસ સમારોહ અને સ્નેહ મિલન તા.૩૦ માર્ચ -૨૦૨૨ ( બુધવાર)ના રોજ .સાંજે ૬ઃ૦૦ વાગ્યે ,સે-૨૪ ના રંગમંચ,GJ-18 ખાતે યોજાવા જઇ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે GJ-18 મનપામાં ૧૧ વોર્ડમાં ચૂંટાયેલા તમામ નગરસેવકો નું સન્માન રાજસ્થાન સમાજ સેવા દ્વારા કરવામાં આવશે,
આ પ્રસંગે આમંત્રિત મહેમાન માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગૃહ રાજ્યમંત્રી તથાGJ-18 ના રબારી હર્ષ સંઘવી તથા મેયર હિતેશ મકવાણા ઉપસ્થિત રહેનાર તેમ એકયાદીમાં પ્રમુખ તુલસીભાઇ માલી, મહામંત્રી મુકેશ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.