મસાલામાં ભેળસેળિયા વધ્યા, હાલ રાંધેજા પાસે વરદાયીની મસાલા નજર સામે દળી આપતી એક સંસ્થા

Spread the love

GJ-18  ખાતે પહેલા બાર મહિનાના મસાલા ખરીદવા હોય એટલે લોકો ના મોઢે એક જ નામ સંભળાય, શેરથા નું મરચું, પણ શેરથા માં એક કપ મરચું ઉગતું નથી, અને હવે શેરખાન મરચું ડાઉન, રાંધેજા નું નામ અપ થયું છે. ત્યારે મોંઘાદાટ મસાલા હોય છતાં ભાવ આપવા છતાં ક્વોલીટી શુદ્ધ અણીશુદ્ધ ચીજ વસ્તુઓ મળતી નથી, ત્યારે રાંધેજા ખાતે આવેલી વરદાયીની મસાલા ના વેપારી જયેન્દ્રભાઈ પટેલ પોતે ચેલેન્જ સાથે તમારા નજર ની સામે મરચાં પસંદ કરો, અને ત્યાં જ ઢળી આપે, મરચું હળદર રાખીને ગ્રાહકોને ઉલ્લુ બનાવી રહ્યા છે, ત્યારે જયેન્દ્ર પટેલ જણાવે છે કે ૨૫ વર્ષથી એકહથ્થું ધંધો કરીએ છીએ, કોઈ પ્રજા ની બુમ આવી નથી, ત્યારે મોંઘાદાટ ભાવ સામે ગરાગી ઓછી દેખાઈ રહી છે.
GJ-18 ખાતે હાલ રાંધેજા મસાલા અને માટલાનું હળ બની રહ્યું છે ત્યારે ગરમી ના દિવસો ની સાથે માટલા અને રસોઈમાં વપરાતા મસાલાની મૌસમ આવી છે. પરંતુ મૌસમની શરૂઆતમાં મસાલાના ભાવમાં વધારો થતા ખરીદશકિત ઓછી થઈ છે. જેની અસર મસાલાની ખરીદી પણ જાેવા મળે છે. મસાલાના વધતા ભાવ રસોઈનો સ્વાદ ફિક્કો કરી રહ્યા છે. આ વખતે મસાલાના ભાવમાં વધારો થતા તેની અસર ખરીદી અને વેપાર પણ પડી છે.
આ વખતે અન્ય વસ્તુઓની જેમાં મસાલાના ભાવમાં વધારો થતા તેની અસર સ્વાદ પણ થનાર છે. જે મસાલા ભોજનને સ્વાદીષ્ટ બનાવે છે. જે મસાલા ખીસ્સું વધુ હળવુ કરાવે છે. એટલે કે મસાલાના વધતા ભાવના કારણે તેની ખરીદી ઓછી કરવા ગ્રાહકો મજબુર બન્યા છે. છેલ્લા એક વર્ષમાં મસાલાના ભાવમાં ખાસ્સો વધારો નોંધાયો છે. જેને કારણે રસોડાના બજેટ પર વ્યાપક અસર ઉભી થઇ છે. સામાન્ય રીતે લોકો સમગ્ર વર્ષના મસાલાની એકી સાથે ખરીદી કરી લેતા હોય છે. જેમાં મરચું, હળદર, ધાણા, જીરું સહીતનો સમાવેશ થાય છે. વર્ષે જે પરિવાર દસ કિલો મસાલો ખરીદી કરતો તે હવે છ-આઠ કિલો ખરીદી કરી રહ્યો છે. કારણ છે વધી રહેલ ભાવ. આ ભાવ વધારાએ લોકોને મસાલામાં પણ લોભ-કરકસર કરવા મજબુર કર્યા છે.પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, શાકભાઈ, દુધ, અને હવે મસાલાના ભાવામાં વધારો થયો છે. જેના કારણે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે.આ વર્ષે મરચાની વાત કરીએ તો.કાશ્મીરી મરચું એક રૂપિયા ૫૦૦થી ૫૫૦માં વેચાણ થઇ રહ્યું છે. જે ગત વર્ષ કરતા એક સો રૂપિયાનો ભાવ વધારો દર્શાવે છે. એ જ રીતે સ્થાનિક મરચી હાલ ૨૮૦થી ૩૨૦ રૂપિયામાં મળે છે. જે ગયા વર્ષે ૨૪૦થી ૨૭૦ રૂપિયામાં મળતું હતું. તેજા મરચી- અને ગોંડલ રેશમ પટ્ટો મરચી ૨૮૦થી ૩૨૦ ભાવ બોલાઈ રહ્યો છે. જે ગત વર્ષે ૨૦૦થી ૨૪૦ ભાવે મળતું હતું. જયારે હળદર રૂપિયા ૨૨૦નો ભાવ બોલાઈ રહ્યો છે. જે ગત વર્ષે ૧૬૦થી ૧૮૦ ભાવે મળતી હતી.
તો જીરુંનો તડકો પણ મોંઘો બન્યો છે. ગત વર્ષે જીરું રુપયા ૨૩૦થી ૨૫૦ ભાવે મળતું હતું. જે આ વર્ષે રૂપિયા ૨૮૦થી ૩૦૦ રૂપિયાનો ભાવ બોલાયો છે. અથાણામાં ઉપયોગ લેવાતી ધાણી ગત વર્ષે પ્રતિ કિલો ૧૦૦થી ૧૧૦ ભાવે વેચાતી હતી. તે આ વર્ષે ૧૬૦ સુધી પહોંચી ગઈ છે. જયારે રાઈ પણ દેશી તડકામાં ઉણપ વર્તાવી રહી છે. ગત વર્ષે રાજીનો ભાવ ૮૦ થી ૯૦ હતો તે ભાવ આ વર્ષે ૧૦૦થી ૧૧૦ થઇ ગયો છે. અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસર થતા ગુજરાતમાં પણ માવઠાના મારનાં કારણે મસાલાની જણસીમાં ઓટ આવતા ભાવ વધારો થયો હોવાનો વેપારીઓએ મત દર્શાવ્યો છે. આ ભાવ વધારાનાં કારણે ખરીદદારીમાં પણ ઓટ આવી છે એમ વેપારીઓ કહે છે.મોંઘવારીમાં અનેક વસ્તુઓના ભાવ વધારા બાદ હવે મસાલાના ભાવ વધતા તેની અસર ભોજન પણ પડશે. ગેસ,દુધ, શાકભાજી બાદ મસાલાના ભાવ વધતા ભોજન સ્વાદ ફિક્કો લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com