દલિત સમાજના કોન્સ્ટેબલ નીલમબેન મકવાણાને ન્યાય આપવા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની  મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ માંગણી

Spread the love

કાઁગ્રેસના બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રીને રૂબરૂ મળી પત્ર પાઠવ્‍યો

કોન્‍સ્‍ટેબલ નીલમબેન ડાહ્‌યાભાઈ મકવાણા

 

ગાંધીનગર

દલિત સમાજના કોન્‍સ્‍ટેબલ બહેન નીલમબેન ડાહ્‌યાભાઈ મકવાણા ગ્રેડ-પે મુદ્દે ઉપવાસ આંદોલન કરી રહ્‌યા છે અને હાલ અમદાવાદ ખાતેની સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર લઈ રહ્‌યા છે ત્‍યારે નીલમબેન મકવાણાની થયેલ બદલી રદ્દ કરી મુળ જગ્‍યાએ નોકરી પર પરત લેવા, બાકી રહેલ પગાર ચૂકવવા અને ન્‍યાય આપવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમાર અને બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે આજરોજ મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રીને રૂબરૂ મળી પત્ર પાઠવ્‍યો હતો. શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે કરેલ રજૂઆત બાદ મુખ્‍યમંત્રી અને ગૃહ મંત્રીએ નીલમબેન મકવાણાને ન્‍યાય મળે તે માટે હકારાત્‍મક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

અમદાવાદ શહેરના મારા વિધાનસભા મતવિસ્તાર બાપુનગરના રખિયાલ વિસ્તારના રહીશ નીલમબેન ડાહ્યાભાઈ મકવાણા નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેણીએ ગ્રેડ-પે મામલે રજૂઆત કરતાં તેણીની બદલી ઓક્ટોબર, ૨૦૨૧માં પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ, અમદાવાદ ખાતે કરી દેવામાં આવેલ, જ્યાં તેણીને પુરુષ કેદીના જાપ્તા માટે મોકલવામાં આવતા હતા. સદર બાબતે તેણીએ અનેક વખત રજૂઆત કરવા છતાં રજૂઆત પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતું હતું. ત્યારબાદ તેણીની બદલી પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ, અમદાવાદથી ભાવનગર ખાતે કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણીને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ અને તેણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. તેણીને સસ્પેન્ડ કર્યા બાદ આજદિન સુધી નિયમોનુસાર પગાર પણ ચૂકવવામાં આવેલ નથી.

ગત તા. ૭-૧-૨૦૨૨ના રોજ ગાંધીનગર ખાતે તેણી ગ્રેડ-પે બાબતે અન્ય ૧૦ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે શાંતિપૂર્ણ રીતે ગાંધીચિંધ્યા માર્ગે દેખાવો કરવા ગયા ત્યારે તેણીની ધરપકડ કરી સેક્ટર-૭ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે લઈ જવામાં આવેલ અને સીસીટીવી કેમેરા ન હોય તેવા રૂમમાં કેદ કરવામાં આવેલ. ધરપકડ દરમ્યાન તેણીને નાયબ પોલીસ અધિક્ષક રાણા દ્વારા લાફો પણ મારવામાં આવેલ. તેણી દ્વારા તા. ૨૩-૩-૨૦૨૨ના રોજ શહીદ દિન નિમિત્તે વીર ભગતસિંહજીના ફોટો સહિત ગાંધીનગર પ્રેસ સર્કલ ખાતે ન્યાય મેળવવા શાંતિપૂર્વક રીતે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરવામાં આવેલ. આ ઉપવાસ કાર્યક્રમ દરમ્યાન પોલીસ દ્વારા તેણીની ધરપકડ કરવામાં આવેલ અને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવામાં આવેલ. સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પણ નીલમબેન મકવાણાએ ઉપવાસ આંદોલન ચાલુ રાખેલ. દરમ્યાનમાં તા. ૨૬-૩-૨૦૨૨ના રોજ તેણીની તબિયત કથળતા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવેલ છે.ન્યાય માટે લડત આપનાર દલિત સમાજની દીકરીને ન્યાય આપવાના બદલે તેની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવી છે, તે યોગ્ય જણાતું નથી. ગ્રેડ-પે બાબતે અન્ય પોલીસ કર્મચારીઓએ પણ આંદોલન કરેલ છે ત્યારે ફક્ત નીલમબેન મકવાણા પ્રત્યે જ દ્વેષભાવ રાખી તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં આવી છે ? તેની તપાસ કરવી અત્યંત જરૂરી છે. નીલમબેન મકવાણા પ્રત્યે સહાનુભૂતિ દાખવી, તેણીને લાફો મારનાર નાયબ પોલીસ અધિક્ષક સામે તપાસ કરી પગલાં ભરવા, તેણીની બદલી રદ કરી મુળ જગ્યાએ નોકરી પર પરત લેવા, બાકી રહેલ પગાર ચૂકવવા અને તેણીને ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી સત્વરે કરાવવા અમારી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com