ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે વિધાનસભાના પ્રાંગણમાં 179 ધારાસભ્યોનું ફોટો સેશન કરાયું

Spread the love

 

આ ફોટો સેશનમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ગેરહાજર રહ્યા

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા બજેટ સત્રના આજે ગુરૂવારે અંતિમ દિવસે વિધાનસભાના પ્રાંગણમાં 179 ધારાસભ્યોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. આ ફોટો સેશનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોનો ગ્રુપ ફોટો પાડવામાં આવ્યો હતો. જો કે આ ફોટો સેશનમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ગેરહાજર રહ્યા હતા.

આજે ગુજરાત વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ ધારાસભ્યોના ફોટો સેશનનું પણ આયોજન કરાયું હતું. જેમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ત્રણેય ફોટોગ્રાફી સેશનમાં ગેરહાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોની યાદગીરી માટે આ ફોટો સેશન કરવામાં આવતું હોય છે. જો કે આજે ચૂંટણી પહેલા નવી સરકારનું આ પહેલું અને છેલ્લું ફોટો સેશન હતું .તો બીજી તરફ 14મી વિધાનસભાના 10મા સત્રમાં ખાલી પડેલી ત્રણ બેઠકોના સભ્યો સિવાય 179 સભ્યોનો સંયુક્ત ફોટો લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આશાબેન પટેલ અને અનિલ જોષીયારાના દુઃખદ અવસાનથી વિધાનસભાની બેઠક ખાલી છે, જ્યારે દ્વારકા બેઠક અંગે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી આ બેઠક પણ ખાલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com