GJ-18 ખાતે આજરોજ ઘ- ૫ સર્કલ પાસે મોંઘવારી વિરુદ્ધ ધરણાં પ્રદર્શન દ્વારા કોંગ્રેસે મોંઘવારી જે બેરોકટોક વધી રહી છે ,તેમાં પેટ્રોલ, ડીઝલ ,દૂધ, કરિયાણું ,ગેસનો બાટલો ,જે મધ્યમ વર્ગની અને ગરીબોની કમર તોડી નાખી છે. માનવજાતને જીવવું પણ અઘરું બની ગયું છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચનાથી આજરોજ કોંગ્રેસના પ્રદેશ મીડિયાના નિશિત વ્યાસ, જિલ્લા પ્રમુખ અરવિંદ સિંહ સોલંકી, શહેર મહામંત્રી વિજય ભાઈ સોલંકી, અશ્વિનભાઈ દવે, શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર ,અશ્વિન સુહાન રમેશ દેસાઈ ,(માલધારી સમાજ),રસિકજી ઠાકોર (તા.પંચાયત- ચેરમેન) ઉપસ્થિત રહ્યા હતા. અને મોંઘવારી વિરુદ્ધ કેન્દ્ર સરકાર અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.