ગુજરાતમાં ભણસે ગુજરાત, પણ ક્યાંથી ? શિક્ષકોની ઘટ અને વાતો મોટી તભાભર જેવી ,શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કર્યું કે ,હજારો શિક્ષકોની ઘટ છે. ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ ખાડે ગયું છે, પણ ખાડે ગયું તેની જવાબદારી અને પાસા કોઈ દિવસ વિચાર્યા ખરા ? ત્યારે આવનારી પેઢીનું તો ભવિષ્ય જાેખમ રહેલું છે, પણ જે ભણેલા નવયુવાનો ડિગ્રી ધારકો ડિગ્રી ચણા-મમરા હોય તેમ ભુંગળા વાળીને ફરી રહ્યા છે. ત્યારે વિદ્યાસહાયકો પોતાના બાળકોને લઈને સચિવાલયના ગેટ પાસે ઉપવાસ પર બેસી ગયા હતા, શું કરે ? હવે ગાંધીજી જે સૂત્ર અને અહિંસાનો માર્ગ આપતા ગયા છે ,તે આંદોલન હાલ ચાલુ છે, ત્યારે હવે ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ આંદોલનકારીઓ સક્રીય થશે તેમાં બેમત નથી.