Gj -18 ખાતેના સેક્ટર -11 હોટલ હવેલી પાસે ત્રણ દિવસ પહેલા રોડ -રસ્તા, ફુટપાથ પર રહેતી મહિલાની ડીલેવરી થતા 108 બોલાવેલ ત્યારબાદ ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં થઈ જતા તેણે બે દિવસ દવાખાને લઈ ને રજા લઈને ફરી ફૂટપાથ પર તડકામાં રહેવા લાગતા ત્યાંથી મેયર હિતેશ મકવાણા પોતે નીકળ્યા અને બાળકને કુપોષિત જોતા ગાડી ઉભી રાખીને તે મહિલા તથા તેના પતિને સમજાવવા લાગ્યા કે આ બાળક કુપોષિત છે,1મહિનો સે-28 ના સ્ટોમહોમ માં રાખો અને તમે પણ રહો, તો બાળકનો વિકાસ થાય, અને મનપાની આખી ટીમ તેમણે દોડાવી, પણ કોઈપણ સંજોગે બાઈ માની નહીં, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ કુપોષણ બાળકો માટે હર હંમેશા તેમની પહેલ હોય છે, ત્યારે કુપોષણ બાળકો ને સારું ભોજન મળે તે હેતુથી બાળકોને બચાવવા મેયર હિતેશ મકવાણા મેદાને ઉતર્યા હતા, ત્યારે તેમણે હાલ GJ-18 ખાતેના મનપા વિસ્તારમાં કેટલાક કુપોષણ બાળકો છે તેનો પણ સર્વે ચાલે છે, ત્યારે પોતે રોજ-બ-રોજ આવન –જાવન કરતા હોય એટલે તેમણે આ મહિલા અને બાળક ઉપર નજર જતા અને મહિલાને બે દિવસ પહેલાં જ ડિલિવરી થયેલ ત્યારે પોતે મહિલાને બાળકના ભવિષ્ય માટે આજીજી કરતા જોવા મળ્યા હતા.
વધુમાં GJ-18 મનપાનાં મેયર હિતેશ મકવાણા એ વધુમાં જણાવ્યું હતું કે, 108 ગાડી આવે કે ન આવે મારી ગાડી માં તમે સે-28 ખાતે મૂકી જઉ, આ ગાડી પ્રજાના પૈસા ની છે, અને પ્રજાની છે, બેસી જાઓ તેવી વિનંતી કરવા છતાં મહિલા એકની બે ન થઈ હતી, ત્યારે કુપોષણ બાળકો માટે પોતે મેયર આજીજી કરતા જોવા મળ્યા હતા, તેમને બાળકની ચિંતા હતી, કારણકે હજુ બે દિવસ જ જન્મ થયો છે, અને ૪૨ ડિગ્રી તાપમાનમાં આ બાળક ફૂટપાથ પર તેમની માતા સાથે પડેલું છે, તેથી પૌષ્ટિક આહાર, માં અને બાળકને મળે તો કુપોષિત દર્દીઓમાં ઘટાડો થાય તે માટે મેયરે અનેક વખત આજીજી કરવી પડી હતી.