ગાંધીનગર
ગુજરાતમાં ચૂંટણી હજુ આવી નથી, ગર્જનાઓ અને ડંકાઓ સંભળાય છે, ત્યારે ફલાણા આ પાર્ટીમાં જાેડાયા, આણે અહીંયા થી રાજીનામું આપ્યું, ત્યારે ખોડલધામના નરેશ રાજકારણમાં એન્ટ્રી લઈને અનેક વાર કોર્ટમાં જેટલી તારીખો ન પડે તેટલી તારીખો પાડી પાડીને માર્ચ મહિનાથી લઈને હવે મે મહિના ના ઉનાળામાં નરેશ પટેલ ગરમી પકડે તેવો વર્તાવો મળ્યો છે. ત્યારે હવે ર્નિણય લેશે ,હવે સર્વે ચાલુ કર્યો છે, હવે મીટીંગ કમિટીની થવાની છે, ભાજપના રાજકીય નેતાઓને મળ્યા, કોંગ્રેસના નેતાઓને મળ્યા, આપના નેતા ની સાથે વાર્તાલાપ, હવે બાકી અને શિવસેનાઅને મમતા બેનરજીની પાર્ટી જાેડે હવે કદાચ મીટીંગો બાકી હશે, અને ઓછું હોય તો જનતા દળ અને સમાજવાદી પાર્ટી સાથે પણ મિટિંગ કરી લો, એટલે બધા પક્ષોના નેતાઓને નરેશ નામનું ગાજર લટકતું બતાવી દો, એટલે બધી પાર્ટીને એમ થઈ જાય કે અમારા છે, ત્યારે નરેશભાઈ જાેડાવું હોય તો જાેડાઈ જાવ આમાં જાેડાવાના, બાપાને પૂછવાનું, મમ્મીને પૂછવાનું, દાદાને પૂછવાનું, મીટીંગ કરવાની છે, હવે તેમના પુત્રે પણ નિવેદન આપીને હવે મે મહિનાની મુદત પડી છે.ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી ને લઈને ચર્ચાઓ તે જ બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે,રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના ર્નિણય પર ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકારણમાં એન્ટ્રીને લઇને વધુ એક મુદત પડી છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લેશે કે કેમ તે અંગે મે મહિનામાં ર્નિણય લેવાશે તેમ જાણવા મળ્યુ છે. નરેશ પટેલની દિલ્લીની મુલાકાત ફળદાયી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલના પુત્ર શિવરાજે કહ્યુ કે રાજકારણમાં જાેડાવુ કે કેમ તે અંગે સરવે ચાલુ છે. મોટાભાગના લોકો કહે છે કે નરેશ પટેલ રાજકારણથી દૂર રહે. જાે કે આ અંગે દિનેશ કુંભાણી, રમેશ ટીલાળા સહિત સમૂહ મળીને સર્વે કરી રહ્યાં છે. સર્વે પૂરો થયા બાદ નરેશ પટેલ નક્કી કરશે કે રાજકારણમાં જવું કે નહીં ? ખોડલધામની પોલિટિકલ કમિટી સર્વે કરી હોવાનો નરેશ પટેલના પુત્ર શિવરાજે દાવો કર્યો છે.નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે ખાસ સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે કે ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત જાેવા મળી રહ્યા છે. નરેશ પટેલ માટે ખોડલધામના બંધારણમાં ફેરફાર થઈ શકે છે. નરેશ પટેલ રાજકારણ સાથે ખોડલધામના ચેરમેન પણ રહેશે. બંધારણ મુજબ રાજકારણમાં જતાં પહેલાં પદ છોડવું પડે છે. પણ હવે નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નક્કી થતા બંધારણમાં ફેરફારના વરતારા દેખાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે નરેશ પટેલના પરિવારના જ ખોડલધામના ચેરમેન રહે છે.આપને જણાવી દઈએ કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે તેવુ વાતો પણ થઈ રહી છે કારણ કે ખોડલધામના બંધારણ મુજબ રાજનીતિમાં પ્રવેશતાની સાથે જ પદ છોડવું જરૂરી છે પણ આ પહેલા બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓનો વિપરીત મત રજૂ કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો હતો કે જાે બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. જાે કે સમગ્ર મુદ્દે નરેશ પટેલનો ર્નિણય આખરી રહેશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જાે નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે તો તેમના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતાઓ છે. દિનેશ કુંભાણી નરેશ પટેલની નજીકના વ્યકિત છે.