
યુવા નેતાને ટિકિટની તક આપવામાં આવે તેવો રાઠવાએ અનુરોધ કર્યો
અમદાવાદ
કોંગ્રેસના મોટા કદના નેતા છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ એલાન કર્યું છે કે, તેઓ આગામી વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે. એમનો સૌથી વધારે વાર ધારાસભ્ય તરીકે રહ્યાનો રેકોર્ડ છે. હવે તેઓ વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી દીધી છે.એમની 79 વર્ષની ઉંમર થઈ હોવાથી તેઓ 2022ની ચૂંટણી નહીં લડે.કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી નહિ લડવાનો નિર્ણય લીધો છે. મોહનસિંહ રાઠવાની જગ્યાએ યુવા નેતાને તક આપવામાં આવે તેવો અનુરોધ કર્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય છે. 10 વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીને વનમંત્રી, પંચાયત, મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને પૂર્વ વિપક્ષ નેતા જેવા હોદ્દા ઉપર રહી ચૂક્યા છે.જેથી આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેઓ ૨૦૦૭ માં જેતપુર (ST) સીટ અને ૨૦૧૨ અને ૨૦૧૭ માં છોટા ઉદેપુર સીટ પરથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા.