વિધાનસભા ચૂંટણી પૂર્વે પડતર માંગણીઓને લઇને રાજ્યના ૭૨ સરકારી કર્મચારીસંગઠનો એક મંચ પર આવ્યા છે. જેમાં સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓને લઇને સંયુક્ત કર્મચારી મોરચો મહાઆંદોલન કર્યું છે. સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સવારે ૧૦થી ૨ વાગ્યા સુધી ધરણાં યોજવાની જાહેરાત કરેલા બાદમાં કર્મચારી મંડળના આગેવાનો ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે.
આ મહાઆંદોલનમાં ગુજરાતના ૭૨ સરકારી કર્મચારી સંગઠનના ૭ લાખ કર્મચારીઓ જાેડાયા છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય, સચિવાલય સહિતના વિભાગના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈ પ્રદર્શન કરશે.જાે સરકાર કોઈ ચોક્કસ હકારાત્મક જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે. તેવું પણ જણાવ્યંુ છે.ગુજરાતના સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનોની પાંચ જેટલી મુખ્ય માગણીઓ સાથે આંદોલનના મંડાણ શરૂ કર્યા છે..જેમાં જૂની પેન્શન યોજનાને સત્વરે લાગુ કરવી.તેમજ સાતમા પગાર પંચનો કર્મચારીઓને લાભ આપવો.ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની સાથે જ અન્ય કેડરની પણ સળંગ સર્વિસ ગણવાની માગણી છે..આ અન્ય કેડરોને પણ ઉચ્ચતર પગાર ધોરણ મળવું જાેઈએ..આ પૂર્વે ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવાની માગ સાથે ૫૦ હજારથી વધુ શિક્ષકોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શુક્રવારે ધરણા કર્યા હતા. શિક્ષકો દ્વારા જૂની પેંશન યોજના અને પડતર પ્રશ્નોના મુદ્દે ધરણાં યોજવામાં આવ્યા હતા. તેમજ ૪૨૦૦ ગ્રેડ પે આપવાની શિક્ષકોની માગ છે. જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અમદાવાદ મનપાના શિક્ષકો ધરણામાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે, કે આજરોજ થયેલા આંદોલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા હતા.અને પોલીસ પછી ઓછી પડી હતી આટલા બધા શિક્ષકોની ધરપકડ જાે કરવી હોય તો વાહનો, સ્ટાફ લાવવો ક્યાંથી? લઇ ક્યાં જવા? તે યથાર્થ પ્રશ્ન પણ ઉદ્ભવ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં ટેમ્પો તો જામશે પણ બીજા ટેમ્પા ય્ત્ન-૧૮ ખાતે આંદોલનના મંડાણો સાથે આવી રહ્યા છે.