GJ-18 મનપાની ભાજપની ૪૧ સીટો સાથે ભવ્ય જીત મળી છે, પણ જેનું ચાલે છે, તેનું ચાલે છે, બાકી બધુ રામરાજ્ય હાલે છે,ત્યારે GJ-18 ના વોર્ડ નં-૫ ના ચારેય નગરસેવકને સે-૧૯ પાસે આવેલા છ-૪, પુનિત સર્કલની બાજુ ની ફુટપાથ ઉપર ચાર માણસ ઉતરી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, અને ચાર મહિનાથી આ પ્રશ્ન ટલ્લે ચઢેલો છે, ત્યારે નગરસેવક હેમાબેન ભટ્ટ ને વિગતો આપતા બીજી ગટરના ઢાંકણા નખાવી દીધા, ત્યારે હેમાબેન પાવરફુલ રાગડા નો ઉપયોગ કરો, તંત્રને ધમરોળવુ હોય તો સાહેબ સાહેબ ન કરો, આપણે પ્રજાના સેવક છીએ, ત્યારે હેમાબેન હિંમત તમારી ક્યાં ગઈ છે, એટલે હવે ભટ્ટબેન કરો ઝટ, ત્યારે બીજા ઉમેદવાર સુતરીયા કૈલાસબેન ગુણવંતભાઈ છે, ત્યારે કામ દોડી દોડી ને ગુણવંતભાઈ કરે છે, કૈલાસબેન મીટીંગ હોય તો હાજર હોય છે, ત્યારે નગર સેવક તરીકે પ્રજાના કામ કરવા હવેશકૈલાસ બેન કૈલાશ પર્વત ઉપર થી ઉતરો, ગુણવંતભાઈ ( શંકર) કેટલા દિવસ સુધી કામ કરશે, અને તંત્ર સામે માંડો કકળાટ, કૈલાસબેન ના કામનો કકળાટથી જાે તંત્ર દોડતું થાય છે, કે નહીં, ત્યારે ત્રીજા ઉમેદવાર પદમ સિહ હવે માંડો કદમ, બાપુ વાળી કરો તો જ તંત્ર કામ કરે, ચાર મહિના થી ચકેડા ફરી રહ્યા છે, તો શું તંત્રમાં તમે ચારેય નગરસેવક નું ઉપજતું નથી, ચોથા ઉમેદવાર કિંજલ પટેલ ને અગાઉ એક કામ આપ્યું હતું તે ત્રણ દિવસમાં પૂર્ણ કરેલ, પણ હમણાં કિંજલનું પણ ઇન્જન ખાલી થઈ ગયું લાગે છે, એ પણ હવે મહારાજ ની જેમ પલોઠી વાળીને બેસી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેક્ટર ૧૯ ખાતે આવેલા પુનિત સર્કલ પાસેની ફૂટપાથ ઉપર ચાર મહિનાથી મોટી ગટરનું ઢાંકણું નથી,છ-૪ સર્કલ પાસે નો આ પ્રશ્ન ચાર મહિનાથી ટલ્લે ચડેલો છે, તંત્ર ચારેય નગરસેવકને રમાડી રહ્યું છે, અને નગર સેવકો પણ ચાર મહિનાથી નાગરિકોને રમાડી રહ્યા છે, ત્યારે હેલ્પલાઇન જે મનપાની બોલાવવામાં આવી છે. તે હેલ્પલાઇનના માંધાતા ઓ માંધાતાઓ મોટી મોટી વાતો કરે છે, કે આટલા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું, લૂમ આવી ગયું ? આ પ્રશ્ન ચાર મહિનાથી ટલ્લે છે.
અનેક વસાહતીઓના પ્રશ્નો દબાણ થી લઈને ગંદકી, સાફ-સફાઈ,રોડ, રસ્તાનુ મનપાની લઈને અનેક ફરિયાદો હોવા છતાં પ્રજાના કામો થતાં નથી, તો કામો કરવા માટે નગરસેવકો શું શોભાના ગાંઠિયા સમાન છે. મિટિંગમાં આવવાનું, મહિને પગાર લેવાનો,ભથ્થું, અને ગોવા ની મુલાકાત લઇને શું શીખ્યા તે પ્રશ્ન પ્રજામાં પૂછાઈ રહ્યો છે, ત્યારે હા ચારેય નગર સેવકો એ તંત્ર પાસે કામ કરાવવા મહેનત કરી નથી એવું નથી, પણ તંત્ર રમાડે છે, તેમ રમતા આ ચારેય નગરસેવકો હેમાબેન હવે હિંમત જાેઈતી હોય તો ઉછી ની આપી દઈએ, પદમ હવે કદમ મિલાવો, કૈલાશબેન હવે કરો વિકાસ, કિંજલ દવે તંત્રતંત્રને આપો બંજર તો જ કામ થશે, ત્યારે ચાર મહિનાથી પડતર પ્રશ્નો અને ચારેય નગરસેવકોની રજૂઆત છતાં તંત્રો ખો આપી રહ્યું છે.