રાજ્યમાં અત્યારે લગ્નની મોસમ ખીલી છે. લગ્નની મોસમમાં હવે લગ્ન પૂર્ણ થયા બાદ ગંદગી ના ઢગો ખડકાઈ જાય છે. ત્યારે જાે સમૂહ લગ્ન હોય અને મોટા મહાનુભવો આવ્યા હોય તો જન મેદની પણ વધી જતી હોય છે, ત્યારે હમણાં જ GJ-18 મનપા સમાવિષ્ટ ભાટગામમાં શ્રી સોળગામ રાવળ મોગી સમાજ નો છઠ્ઠો સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી, લોકસભાના સાંસદ, ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લગ્ન પૂર્ણ થયા બાદ રોડ, રસ્તા પર પડેલો કચરો, એઠવાડ થી લઈને પ્લાસ્ટિકની બોટલ આ તમામ કચરો પડતાં ચેરમેન જશુ પટેલ (જાેરદાર )ઉર્ફે ચોકીદાર દ્વારા સ્વયંભૂ સાફ – સફાઈનું અભિયાન ચલાવીને સવારથી સાફ સફાઈ અભિયાન શરૂઆત કરી હતી. ભારતના વડાપ્રધાન પોતે કચરો, પ્લાસ્ટિક ભેગુ કરીને સ્વચ્છતા અભિયાનને બળ પૂરું પાડી રહ્યા છે, ત્યારે હજુ દેશમાં હમ નહીં સુધરેંગે, તેમ હજુ પણ સુધરતાં નથી ત્યારે વડાપ્રધાન ના સાફ-સફાઈના અભિયાન ને આગળ ધપાવવા GJ-18 મનપાના જશુ પટેલ દ્વારા સાફ સફાઈ અભિયાન આદર્યું હતું. જે તસવીરમાં ચેરમેન પોતે કચરો ભેગો કરીને સાફ સફાઈ કરી રહ્યા છે.