માં એ માં, બીજા બધા વગડાના વા, ત્યારે આ તસવીર હદયને સ્પર્શી જાય તેવી છે. મોંઘવારીનો માર, પાપી પેટકા સવાલ હૈ, ત્યારે ઘર પણ ચલાવવું અને બાળકો પણ સાચવવાના, આજના યુગમાં બે જણ કમાય તો ઘર ચાલે, બાકી સાંજે ગેસનો ચૂલો નહીં લાકડા, થાણા ગોતવા પડે, ગ્રામ્યમાં બેરોજગારીનું આંકડો ઊંચો છે, ત્યારે રોજગારી મેળવવા લાખો લોકો શહેર તરફ દોટ લગાવી છે. પણ શહેરની રહેણી કરણી,ભાડા, મોંઘવારીથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, શ્રમજીવી કે ગરીબ પોતે રામ રોટી ચાલતી હોય, ત્યા ઊભો રહીને થાળી પકડીને ઊભા રહીને જમી પણ લેશો, મધ્યમ વર્ગની હાલત સૌથી કફોડી છે, અને મધ્યમ વર્ગ જ ગરીબોની ચિંતા કરતો હોય છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે મોંઘી વીજળી,ભણતર, આરોગ્ય તો માણસ જાય ક્યાં ? ગરીબો માટે મફત અનાજ ૧૦ રૂપિયામાં શ્રમજીવીને જમવાનું તો મધ્યમ વર્ગ માટે ફક્ત કટોરો ? રાજકારણીઓ હવે કહી રહ્યા છે ,કે ગુજરાતની પ્રજાને મફતમાં કશું ન ખપે, ભાઈ લાવો બધાને જાેઇએ છે, મફતનું નહીં હકનું છે, અને બધું લઈ ગયા છે, ઉદ્યોગપતિઓ, ગરીબ રોજ ગરીબ બની રહ્યો છે, ધનવાન રોજ નવી બેંકમાં પૈસા ક્યાં મુકવા તેવો ધનવાન બની રહ્યો છે. ત્યારે કપડું ફાટી ગયું હોય તેને થિંગડુ મરાય, પેટને ભાઈ થોડું થિંગડુ મરાય છે. તસવીરમાં આ બાળક નું આવનારું ભવિષ્ય ભણતર હશે કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે. પેટ દ ભરે કે ભણાવે, પહેલાના જમાનામાં ચુલ્લા ચાલતા હતા , તે ચુલ્લાઓ ફરી છાણા, લાકડાના શરૂ થઈ ગયા છે, દેશનો હવે મોટામાં મોટો પ્રશ્ન પેચીદો મોંઘવારીનો છે. તેલના ભાવ, દૂધના ભાવ, કોઈ પૂછનાર જ નથી, ત્યારે પ્રજા પણ હવે મોંઘવારીમાં માયકાંગલી બની ગઈ છે. અને સવારથી નિકળી પડે રોટલા માટે , ભણેલા-ગણેલા યુવાનોની સંખ્યામાં પણ તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે આજે મહિલા કામ કરી રહી છે, તે ભણેલા નવ યુવાનો યુવતીઓ આ કરી શકશે ખરા ? તસવીરમાં મહિલા જે બાળકને જીવ સરખો ચાંપીને ફરતી હોય એમાં બાળકની ચિંતા સામે પેટનો ખાડો પુરવા ની પણ ચિંતા છે. આવનારા દિવસોમાં આજની પેઢી આ મહિલા જે સંતાન ને સાચવી રહી છે, આ કરી શકશે ખરી ?