ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંધીબાપુએ સાબરમતી નદીના નીર સીચવેલા, ત્યારે અત્યારે બધી જ જગ્યાએ પાણી ઉપર લીલ, જાળી, જંગલી વેલ નું સામ્રાજ્ય છવાયેલું છે,ત્યારે GJ-18 ના ઇન્દિરા બ્રિજ ઉપરથી જુઓ તો દૂર સુધી લીલ લાગી ગઈ છે, અને ગંદકીથી ખદબદી રહી છે.
એક સમયે આ નદી નો નજારો લોકો જાેવા આવતા હતા, અને હવે આ બ્રિજ ઉપરથી લોકો મોં ઉપર રૂમાલ બાંધીને આ બ્રિજ ક્યારે ક્રોસ કરીને જઈએ તે ચિંતા કરતા હોય છે, ત્યારે દેશની ગંગાને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવનારા હવે સાબરમતી એવા સંત તુને કર દિયા કમાલ, તે સાબરમતી નદીમાં જામેલી લીલ હવે સાબરમતી નદીના બદલે સાબર લીલ થઈ જાય તો નવાઈ નહીં, તસવીરમાં ઇન્દિરા બ્રિજ થી સુધી આંખો પહોંચે ત્યાં સુધી જુઓ તો લીલ અને વેલના સામ્રાજ્યથી મચ્છરો, ગંદકી અને પુલ ઉપરથી નીકળનારા લાખો વાહન-ચાલકો નાક ઉપર રૂમાલ મૂકી ને શ્વાસ થોડી વાર માટે થોભીને જઈ રહ્યા છે. ભાઈ આ નું કાંઈક કરો ?