ગુજરાતનું કહેવાતુ પાટનગર GJ-18 મનપામાં અસ્તિત્વમાં આવ્યા બાદ આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. ત્યારે ભાજપનું શાસન આ વખતે કોઇપણ ટેકા વગર નું છે. ૪૪ માંથી ૪૧ સીટો સાથે ભાજપે જીત મેળવી છે.ત્યારે ભાજપમાં તમામ નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી હતી.
જેમાં ૪૧ સીટો સાથે જીત મેળવી ,પણ નવા નગરસેવકો પ્રજાનાં કામોમાં ઊણા ઊતર્યા નથી, ત્યારે ય્ત્ન-૧૮ના એક નગરસેવક છ મહિનાથી એક કામ પાછળ પડ્યા હતા, તો કામ પણ ત્રણ મહિના બાદ એવું થયું કે તંત્ર એ જે ખાડો પુરવાનો હતો , તેમાં માટી નાખીને પૂર્ણ કરી દીધું ,પણ ફૂટપાથ તોડીને ખાડો કરેલ અને ત્યાં પુરાણ કરી દીધું, પણ હજારો નગરજનો ફૂટપાથ પર ચાલે છે ,તેના ૨૦થી ૨૫ જેટલા ટાઇલ્સ ના કટકા પણ નગરસેવક ફીટ કરાવવા તંત્ર સામે ઝઝૂમ્યા ,પણ તંત્ર એકાદ બે દિવસ કહીને એક મહિનો કાઢી નાખ્યો, ત્યારે નગરસેવક પોતે મેયર, ચેરમેનને મળવા ગયા પણ ન મળતાં આખરે આ ગેઇમ નો દડો ડે. મેયર સુધી આવતા નગરસેવકે તંત્ર કામ નહીં કરતુ હોવાનો બળાપો કાઢયો હતો.ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલે જણાવેલ કે આવા નાના કામ માટે મારી પાસે આવો ,અને આવું નાનું કામ પણ ન કરાવી શકો, તો કામ કઈ રીતે થશે ,તેમ કહીને રોકડુ પરખાવી ને જણાવેલ કે ચમનપુરા ચકલા, ચીલોડા, વાવોલડી, કોલવડા થી લઈને પેથાપૂરી ભાષાના અઅંદાજમાં તંત્રને કહો, કેમ કામ ન થાય ? ત્યારે છ મહિનાથી ટલ્લે ચડેલું કામ અને કામમાં પણ એવું કોઈ કામ વગરનું ,ત્યારે નગરસેવકનો બળાપો ની ચર્ચા મનપા ખાતે જગાવી હતી.