નેશનલ હેરાલ્ડ કેસમાં સતત રાહુલ ગાંધીની ઇડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા અલગ-અલગ સ્થાનો પર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસે રાજભવનનો ઘેરાવ કર્યો હતો અને રાજ્યપાલ ને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ગાંધીગનર સર્કીટ હાઉસ ખાતે આ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા.