રાજયમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય, પ્રદુષણ ઘટે અને રોડનો ઉપયોગ કરતાં વાહનોની ફીટનેશની કામગીરી સંપૂર્ણપણે માનવીય હસ્તક્ષેપ વિના થઇ શકે એ બાબત ગુજરાત સરકારની વિચારણા હેઠળ હતી જે કામગીરી પૂર્ણ કરી
ગાંધીનગર
ગુજરાત રાજયમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય, પ્રદુષણ ઘટે અને રોડનો ઉપયોગ કરતાં વાહનોની ફીટનેશની કામગીરી સંપૂર્ણપણે માનવીય હસ્તક્ષેપ વિના થઇ શકે એ બાબત ગુજરાત સરકારની વિચારણા હેઠળ હતી જે કામગીરી પૂર્ણ કરી.આ બાબતે કેન્દ્ર સરકાર દ્રારા તા.૨૩.૦૯.૨૦૨૧ના રોજ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેના અનુસંધને રાજય સરકારે કાર્યવાહી કરવાની હતી. આ વખતે પણ વિકાસ એન્જીન ગુજરાત રાજયએ ખૂબ ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ કરી કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરી PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત રાજય દેશનું પ્રથમ રાજય બની ગયું છે.આ પોલીસીની મુખ્ય બાબતોમાં PPP ધોરણે ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન સ્થાપવા માટે તમામ અરજદારોને સમાન તક કેન્દ્રના ધારાધોરણ મુજબની લાયકાતો પરિપૂર્ણ કરતાં તમામને સ્ટેશનો આપવાની મંજુરી મળશે,એક અરજદાર વધુમાં વધુ ૧૦ (દસ) સ્ટેશન સ્થાપી શકશે , સરકારશ્રી નો ઉદાર અભિગમ જયારે અન્ય રાજયો ટેસ્ટીંગ સ્ટેશનના સંચાલકો પાસેથી રોયલ્ટી માટેના મોડલ વિચારી રહયાં છે ત્યાં ગુજરાત સરકારે ઉદાર અભિગમ દાખવી ટેસ્ટીંગની સંપૂર્ણ ફી સ્ટેશનનાં સંચાલકને જ આપવાનો નિર્ણય લીધો છે. જે આવા સ્ટેશનો સ્થાપવા માટે પ્રોત્સાહન પુરૂં પાડશે , સ્ટેશન સ્થાપવા માટેના અરજદારોની વ્યથા સમજી “પ્રિલિમનરી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ” મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા ૬માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજુ કરવા સાથે શરતી મંજુરી આપવાનો અભિગમ દાખવ્યો છે , ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન પર ટેસ્ટનાં બુકિંગ અને ફી સહિતની તમામ પ્રક્રિયા કેન્દ્ર સરકારની જોગવાઇઓ મુજબ ઓનલાઇન રહેશે અને નજીકનાં આરટીઓ/એઆરટીઓની દેખરેખ નીચે રહેશે , ફીટનેશ સ્ટેશન પરથી થયેલ ફીટનેશ પ્રત્યે અસંતોષ હોય તો વાહન માલિકજેતે રીજીયનની આરટીઓ/એઆરટીઓ કચેરીને અપીલ કરી શકશે. આમ, સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયા સાથેઅરજદારને આ સુવિધા મળી રહેશે , પ્રિલિમિનરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ થયાના ૧૨ માસના સમયગાળામા ઓટોમેટેડ ફિટનેશ સ્ટેશન કાર્યરત કરવાનુ રહેશે.
કેન્દ્ર સરકારની પોલીસીમાં આવરી લેવાયેલ મુખ્ય મુદ્દાઓમાં સેન્ટર માટે જરૂરી માળખાકીય સવલતો , અતિઆધુનિક સાધનોનાં સ્પેસીફીકેશન દ્રારા ફીટનેશની કામગીરી અને થનાર ટેસ્ટનાં ધારાધોરણ , સેન્ટર ચલાવવા માટે યોગ્ય લાયકાત ધરાવતો સ્ટાફ , સમગ્ર ફીટનેશની ઓનલાઇન પારદર્શી કાર્યપધ્ધતિ , સેન્ટરની સ્થાપના માટેના દસ્તાવેજો, ફી અને કાર્યપધ્ધતિ , સેન્ટરની કામગીરી પ્રત્યે અસંતોષના કિસ્સામાં અપીલની જોગવાઇ, લાંબાગાળા સુધી પારદર્શી પ્રક્રિયા જળવાઇ રહે એ માટે દર છ માસે કેન્દ્ર સરકારની માન્ય એજન્સીઓ દ્રારા ઓડીટનો સમાવેશ છે.