રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી પ્રેમમાં ફસાવી તરછોડી દેવાના બનાવો બહાર આવી દેવામાં આવ્યા છે અથવા તો લવજેહાદમાં ફસાવી મા બાપને હેરાનકરી તેમના સામે કેસોથી લઈ પ્રોપર્ટી પડાવી લેવાના પણ કારસા રચાઇ રહ્યા છે. ઘણા એવા પણ બનાવો બન્યા છે કે દીકરી પોતના મા બાપને ઓળખવા સુધી પણ સ્પષ્ટ ઈનકાર કરી દે છે. હાલ અનેક યુવતીઓ આ માયાજાળમાં ફસાઈ રહી છે. લવજેહાદને કાબૂમાં લેવા કાયદાઓ પણ કડક બનાવવામાં આવ્યા છે તો પણ કાયદાનો ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે
ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે લવ જેહાદના કિસ્સાઓ વધતાં ચિંતા વ્યક્ત કરી છે. અને કહ્યું છે કે સમાજની દીકરીઓ લવ જેહાદનો ભોગ બની રહી છે. દીકરીને લવ જેહાદમાં ફસાવી મા-બાપને બ્લેકમેઇલ કરે છે, માતા-પિતાની પ્રોપર્ટી પડાવી લેવાના કિસ્સા બન્યા છે. ત્યારે માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર છે અને વધુમાં પાટીદાર સમાજના લોકોને અપીલ કરતાં કહ્યું કે દીકરીઓનું ધ્યાન રાખો તો લવજેહાદના ચક્રમાં જતી અટકી શકે. લવ જેહાદની કથિત પરિભાષા કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને ટાર્ગેટ કરી ખોટું બોલી પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.૨૦૦૯માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ ેંદ્ભ અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
લવ જેહાદના કાયદામાં શું જાેગવાઇઓ છે?
કાયદામાં આરોપીને ૪થી ૭ વર્ષની કેદ ઉપરાંત દંડ
૨ લાખથી ઓછા નહીં એટલા દંડની જાેગવાઇ
સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં ૭ વર્ષની જેલ
સગીરSC-STસ્ત્રી સાથેના ગુનામાં ૩ લાખથી ઓછીં નહીં એટલો દંડ
લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ લેવાશે પગલાં
સંસ્થા-સંગઠનોના સંચાલક સામે ૩થી ૧૦ વર્ષની સજા,૫ લાખનો દંડ
અધિનિયમ ૨૦૦૩ના ૨૨માં અધિનિયમની કલમમાં સુધારો
બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
સ્ત્રી સાથે લોહીનો સબંધ ધરાવતા સંબંધી ફરિયાદ કરી શકશે
લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ થશે કાર્યવાહી
આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે
ગુનાની તપાસ SP અને DYSP કરશે