૬૦ રૂપિયામાં યાત્રાધામોની ખોજ, જમવા ચા-પાણી સાથે કરો મોજ, ફરો રોજ,

Spread the love


ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં તા.૧ ઓગસ્ટ ૨૦૨૨, સોમવારથી ગાંધીનગર મહાનગરપાલિકા તથા યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા. લી.ના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને ગાંધીનગર તથા આસપાસના ૧૪ ધાર્મિક સ્થાનોએ બસ મારફતે નજીવા દરે દર્શનાર્થે લઇ જવાની ખાસ વ્યવસ્થા શરૂ કરાશે જેમાં વાસણીયા મહાદેવ-વાસણ, ગોગા મહારાજ- ઉનાવા, ગાયત્રી મંદીર-માણસા, ઉમિયા મંદિર- માણસા, અસુદેવ મહાદેવ – જામળા, અક્ષરધામ મંદિર, પંચદેવ મંદિર- સેક્ટર -૨૨, જલારામ મંદિર – સેક્ટર ૨૯, સ્વામિનારાયણ મંદિર સેક્ટર-૨, ધોળેશ્વર મહાદેવ, વૈષ્ણોદેવી મંદિર, ત્રિમંદિર, રૂપાલનું ઐતિહાસિક વરદાયિની માતાનું મંદિર, જૈન તીર્થ ધામ મંદિર- મહુડી સહિતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે ૮ઃ૧૫ થી સાંજે ૪ઃ૩૦ સુધીમાં નાગરિકોને ગાંધીનગર તથા આસપાસના ઉપરોક્ત ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થે લઈ જવાશે. પુખ્ત વયના પ્રવાસી રૂ. ૬૦ અને બાળકો તેમજ સિનિયર સીટીઝન ટિકિટ રૂ. ૩૦ની ટીકીટ સાથે પ્રવાસ કરી શકશે. આ સુવિધા સીટી બસ સ્ટોપ, સેક્ટર- ૬થી ઉપલબ્ધ થશે.આ ધાર્મિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન દ્વારા બપોરના ભોજન અને સાંજની ચા ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે.પવિત્ર શ્રાવણ માસના અનુસંધાને ગાંધીનગરના નાગરિકો એક જ દિવસમાં સરળતાથી આયોજનબદ્ધ રીતે શહેરના તથા આસપાસના પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોના દર્શન કરી શકે તે માટે મહાનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ સ્ટે. કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક યાત્રા શરૂ થવા જઈ રહીં છે ત્યારે મહાનગર ભાજપા સંગઠનના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ તેમજ મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાગરિકોને યાત્રા દરમિયાન બપોરના ભોજન તથા ચા ની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે ત્યારે તેઓએ ગાંધીનગરવાસીઓને આ ધાર્મિક પ્રવાસનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી છે તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા અને મહાનગર ભાજપા સંગઠન આ ધાર્મિક પ્રવાસમાં સૌ નગરજનોને આવકારવા તત્પર છે તેમ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com