કોમનમેન એવા અર્જુનસિંહની પ્રતિષ્ઠા ખરડાવવા કરેલ મહિલાના પતિના પેંતરાને મહિલાએ વેતરી નાંખ્યા

Spread the love


ગુજરાત કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ કોમનમેન તરીકેની છાપ ધરાવે છે, મોટી મુછો રાખતાં પણ પ્રજાના પ્રશ્નો અને ગરીબો માટે મસીહા એવા અર્જુનસિંહ પોતે ગરીબો અને નાનો કચડાયેલો વર્ગ માટે બાણાવળી છે, કેબીનેટ મંત્રી હોવા છતાં કોમનમેનની જેમ પોતાના મતવિસ્તારમાં નાના વેપારી સાથે બેસીને વાતો કરતાં નજર પડતાં હોય છે, ત્યારે હવે રાજકીય અખાડાઓના માહીર અર્જુનસિંહ નથી, પોતે સામાન્ય વ્યક્તિ તરીકેની તેમની છાપ છે, ત્યારે રાજકારણમાં એક બીજાને પાડવા અને કઇ રીતે ધારાસભ્ય, મંત્રી બન્યું, કઇ રીતે બદનામ કરવા આવા અનેક પ્રયત્નો ઘણા મુંગેરીલાલો દ્વારા ચાલતા હોય ચે, ત્યારે ભાજપની કાર્યકર મહિલાના પતિએ પોતે ધારાસભ્ય બનવા એક મંત્રીને બદનામ કરવા પોતે અરજી કરીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પત્નીએ પતિના પેતંરાના વટાણા વેરી દેતાં મુંગેરીલાલ જે સપના ધારાસભ્યના જાેતા હતા, તેને બ્રેક વાગી ગઇ છે, ત્યારે પ્રાપ્ત વિગતોનુસાર ખેડા ભાજપ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા અર્જુનસિંહ ચૌહાણ સામેના આક્ષેપમાં શુક્રવારની મોડી સાંજે જિલ્લા પોલીસ વડાએ ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. આ આક્ષેપમાં પત્નીની જાણ બહાર જ પતિએ અરજી કરી હોવાનું અને તે શંકાશીલ સ્વભાવનો હોવાથી તેની સાથે રહેતા પણ ન હોવાનું જણાવ્યું છે. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, હલધરવાસના હિતેશભાઈ પટેલે ૨૭મીએ અરજી કરી હતી. જેના એક સપ્તાહ પહેલા ઉપરી કચેરીમાં ઇ-મેઇલ કરી હતી. આ અરજીમાં હિતેશના પત્નીને ધારાસભ્ય અર્જુનસિંહ સાથે સંબંધ હોવાના આક્ષેપ કર્યા હતાં.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં હિતેશની પત્નીને શોધી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ઘટસ્ફોટ માહિતી બહાર આવી હતી. જાેકે, અરજદાર હિતેશને બોલાવતા તેણે અલગ અલગ સમય બતાવી ઓફિસ આવ્યો નહતો. આથી, પોલીસે તેને શોધી નિવેદન લેતાં તેણે નિવેદનમાં એવું કબુલ્યું હતું કે, શંકાશીલ સ્વભાવનો છે. પત્ની પર શંકા કરતો હતો. વ્યસન પણ હતાં. કુટુંબ અને સગા-સંબંધી પત્ની તરફી છે. હિતેશને સુધરવા કુટુંબીઓએ તક આપી હતી. પરંતુ તે સમજતાં નહતાં. તેમના સંતાનોના કારણે સમાધાન થતું હતું. હિતેશના પત્ની કંટાળી પુના રહેવા જતાં રહ્યાં હતાં. આથી, પોલીસે તેને શોધી નિવેદન લીધું હતું. હિતેશના પત્નીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આ તમામ આક્ષેપો ખોટાં છે.
હિતેશ શંકાશીલ હોવાથી તે માનસિક રોગી છે અને દવા પણ ચાલે છે. દોઢેક વર્ષ પહેલા ઘરમાં મોટો ઝઘડો થયો હતો. જેમાં વનસ્ટોપ સેન્ટરમાં સારવાર આપી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટ પણ પોલીસ સમક્ષ રજુ કર્યો હતો. આ પુછપરછ માટે પોલીસે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખવામાં આવ્યાં હતાં. હિતેશ પટેલે જેટલા જેટલા મંત્રી સમક્ષ કરેલા તે આક્ષેપ પાયા વિહોણા હોવાનું ખુલ્યું છે. હિતેશ હાલ કોઇ કામ કરતો ન હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું.ચૂંટણી લડી ધારાસભ્ય બનવા કારસો ઘડ્યો, ખેડા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, હિતેશ પટેલે કોના ઇશારે અરજી કરી હતી ? તે અંગે પુછપરછ કરી હતી. જેમાં હિતેશે કબુલ્યું હતું કે પોતે માનસિક રોગી છે. પત્નીને મારી પણ લેતો હતો. આ અરજી તેના મિત્ર બાબુભાઈ ગઢવી અને કોદરભાઈ ખાંટે માનસિક પરિસ્થિતિનો ઉપયોગ કર્યો હતો. તેઓએ હિતેશભાઈ પૂર્વ સરપંચ છે અને લોકપ્રિય છે. તેવી વાતો કરી આમ આદમી પાર્ટીમાં ટીકીટ અપાવી તમને મહેમદાવાદના ધારાસભ્ય બની જશો. આથી, અર્જુનસિંહની છાપ બગડે તેવી અરજી કરી હતી. આ બન્ને મિત્રો પણ આમ આદમી પાર્ટીના છે અને હિતેશભાઈ ખુદ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરે છે.સોશિયલ મિડિયા પર અર્જુનસિંહને સમર્થન કરતી પોસ્ટ વાયરલ થઇ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહની અગ્નિ પરીક્ષા હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયો છે. ફરિયાદીની પત્નિ ઉપર અર્જુનસિંહ વારંવાર અવારનવાર દુષ્કર્મ આચર્યું અને તેણીને અન્યો સાથે પણ દેહવિલાસ કરવા મોકલી જેવા અતિ કહી શકાય તેવા આરોપો ફરિયાદીએ કરેલી અરજીમાં કર્યા છે. જાેકે આ અંગે અર્જુનસિંહના નજીકના લોકો અને સંગઠનના કાર્યકરો, મત વિસ્તારના મતદારો તેમજ સાથી ધારાસભ્યોને આ આક્ષેપો ગળે ઉતરતા નથી.તેઓએ પોતાની રીતે સોશિયલ મીડિયામાં અર્જુનસિંહને સમર્થન કરતી પોસ્ટ મૂકી આક્ષેપોને નકારી રહ્યા હતા. આ ઉપરાંત પ્રમાણિક માણસને બદનામ કરવાનો સસ્તો રસ્તો પકડ્યો છે. ઈર્ષા અને અદેખાઇની ખાઈઓએ. સોશિયલ મિડિયા પર અર્જુનસિંહને સમર્થન કરતી પોસ્ટ વાયરલ થઇ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહની અગ્નિ પરીક્ષા હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયો છે. ફરિયાદીની પત્નિ ઉપર અર્જુનસિંહ વારંવાર અવારનવાર દુષ્કર્મ આચર્યું અને તેણીને અન્યો સાથે પણ દેહવિલાસ કરવા મોકલી જેવા અતિ કહી શકાય તેવા આરોપો ફરિયાદીએ કરેલી અરજીમાં કર્યા છે. જાેકે આ અંગે અર્જુનસિંહના નજીકના લોકો અને સંગઠનના કાર્યકરો, મત વિસ્તારના મતદારો તેમજ સાથી ધારાસભ્યોને આ આક્ષેપો ગળે ઉતરતા નથી.તેઓએ પોતાની રીતે સોશિયલ મીડિયામાં અર્જુનસિંહને સમર્થન કરતી પોસ્ટ મૂકી આક્ષેપોને નકારી રહ્યા હતા. આ ઉપરાંત પ્રમાણિક માણસને બદનામ કરવાનો સસ્તો રસ્તો પકડ્યો છે. ઈર્ષા અને અદેખાઇની ખાઈઓએ. પોલીસને ખોટી માહિતી આપવા બદલ ગુનો નોંધાશે, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સામે ખોટા આક્ષેપ કરતી અરજી સંદર્ભે પોલીસે હિતેશ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસને ખોટી માહિતી પુરી પાડી, પોલીસનો સમય બગાડ્યો, વાહિયાત બાબતો રજુ કરી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવશે. હિતેશભાઈ પહેલા હલધરવાસમાં સરપંચ હતાં અને તેના પત્ની તાલુકા પંચાયત સભ્ય હતાં. જે ૨૦૨૧ સુધી હતાં. આમ છતા પંચાયત પાસે રેકર્ડ મંગાવવામાં આવ્યું છે. હિતેશ દારૂની પ્રવૃતિમાં સંકળાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com