ખેડાના સંસદ સભ્ય અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ
અમદાવાદ
કોરોનાકાળની ગાઇડલાઈનને લીધે રેલવે સત્તાવાળાઓએ પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન દ્વારા દોડતી અનેક ટ્રેનો બંધ કરી હતી.લગભગ બે વર્ષના અંતરાલ બાદ કેટલીક લાંબા અંતરની ટ્રેનો પુનઃ શરૂ થઈ હતી. જેનો લાભ દૂરના સ્થળોએ આવાગમન કરતા મુસાફરોને મળતો હતો, પરંતુ ખેડા- આણંદ જિલ્લાના નડિયાદ,આણંદ જિલ્લાના જંક્શન સ્ટેશન ઉપરાંત અન્ય સ્ટેશન પરથી નોકરી અર્થે કે અભ્યાસ માટે અમદાવાદથી વડોદરા સુધી રોજીંદુ અપ ડાઉન કરતા મુસાફરો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ બની રહે તેવી મેમુ અને પેસેન્જર ટ્રેનો રાબેતા મુજબ પુનઃ શરૂ કરાઇ નહોતી.
આ મુસાફરો સહિત આમજનતાએ ખેડાના સંસદ સભ્ય અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણને મેમુ અને પેસેન્જર ટ્રેન પુનઃ શરુ કરવા રજૂઆતો કરી હતી.સામાન્ય મુસાફર જનતાને આ ટ્રેનોને અભાવે પડતી મુશ્કેલીઓ અને રજુઆત બાબતે મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્રીય રેલવે મંત્રાલય સહિત સંબંધિત અધિકારીઓને રજૂઆત સહિત સતત પ્રયત્નો કરતા રેલવે સતાવાળાઓએ સાનુકૂળ પ્રતિસાદ આપી આ ટ્રેનો પુનઃ શરૂ કરવા નિર્ણય કર્યો છે. જેના પગલે આગામી સપ્તાહથી જ વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર્સ ટ્રેનનો મુસાફરોને લાભ મળતો થઈ જશે. કેન્દ્રીય સંચાર રાજયમંત્રી અને ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે મેમુ ટ્રેન અને પસેન્જર ટ્રેનોનો સુપેરે લાભ લેવા મુસાફર જનતાને જણાવ્યું છે.
પશ્ચિમ રેલવેએ વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરી
પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે. (1) 25મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09311 (ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરા જ. – અમદાવાદ જ મેમુ અનરિઝર્ન્ડ સ્પેશિયલ વડોદરા જંક્શનથી સવારે 07:15 વાગ્યે ઉપડીને અમદાવાદ જ, 10:10 કલાકે પહોંચશે.
રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઊભી રહેશે.
(2) 18મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09318 (ઓરિજિનલ ટ્રેન 69104) આણંદ જ, – વડોદરા જ. MEMU અનરિઝર્ટ્ઝ સ્પેશિયલ આણંદ જ. થી સવારે 04:20 વાગ્યે ઉપડીને વડોદરા જંક્શન 05:45 કલાકે પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઊભી રહેશે.
(3) 16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરા જ. – અમદાવાદ જ, મેમુ અનરિઝર્લ્ડ સ્પેશિયલ 20:20 કલાકે વડોદરા જ. થી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ જ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઊભી રહેશે.
(4) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328 (ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદ જ, – વડોદરા જ. MEMU અનરિઝવ્ઝ સ્પેશિયલ 08:05 કલાકે અમદાવાદ થી ઉપડીને 11.15 કલાકે વડોદરા પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઊભી રહેશે. (5) 17 ઓગસ્ટથી ટ્રેન નંબર 09274 (ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદ ૪ – આણંદ જે. MEMI
અનરિઝર્ટ સ્પેશિયલ 23.45 કલાકે અમદાવાદ% થી ઉપડીને 1:25 કલાકે આણંદ પહોંચશે.આ ટ્રેન ફક્ત
મણીનગર સ્ટેશન પર ઊભી રહેશે.
(6) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399 (ઓરિજિનલ ટ્રેન 69129) આણંદ જ – અમદાવાદ ૪ MEMU અનરિઝર્લ્ડ સ્પેશિયલ 5:55 કલાકે આણંદ જે. થી ઉપડીને 07:45 કલાકે અમદાવાદ જ. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઊભી રહેશે.
(7) 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400 (ઓરિજિનલ ટ્રેન 69130) અમદાવાદ જ આણંદ . MEMI અનરિઝવ્ડ સ્પેશિયલ 19.10 કલાકે અમદાવાદ જ.થી ઉપડીને 20:55 કલાકે આણંદ જ.પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઊભી રહેશે.
(8) 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ જ.-ગાંધીનગર જ. MEMU અનરિઝર્ડ સ્પેશિયલ 18:10 કલાકે આણંદ જથી ઉપડીને 21:00 કલાકે ગાંધીનગર પહોંચશે.રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઊભી રહેશે.
(9)08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276(ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગર જ – આણંદ .MEMU અનરિઝર્ડ સ્પેશિયલ 07:20 કલાકે ગાંધીનગર જંથી ઉપડીને 10:55 કલાકે આણંદ જ. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઊભી રહેશે.