માર્ગ અને મકાન વિભાગથી લઈને પાટનગર યોજના વિભાગની જે તે શાખા ના અધિકારી ઇજનેરની જવાબદારી આ કામમાં આવે છે કારણ કે પુલની નીચેથી એટલે કે પાંચથી છ મીટર નીચે સૂએ જ ગટર લાઈનો જતી હોય તો પુલ બાંધી શકાય ખરો? નીચે ફોલ્ટ લાઈનો ભારે સક્રિય હોવાની ભીતી આ પુલને સક્રિય લાઇનો નિષ્ક્રિય ન બનાવે તે જાેવું જ જરૂરી છે. ૨૮ કરોડમાં બ્રિજ જે બનાવેલ છે તેની એક વર્ષમાં આ દશા
ભારતના વડાપ્રધાન શ્રી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી આ સંદર્ભે તમામ અહેવાલ મંગાવીને આ બ્રિજનું મનન કરવાની જરૂર છે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં એક વર્ષમાં ગાબડું પડે તો જવાબદારી કોન્ટ્રાક્ટરની કે પછી તંત્રની? આ પ્રશ્ન ગંભીરતાથી લેવાની જરૂર છે અને અનેક ફોલ્ટ લાઈનો પુલની નીચે હોવાની લૂક ચર્ચા છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અને GJ-18 ખાતેના સાંસદ એવા અમિત શાહ ગુજરાતના વિકાસ માટે હરહમેશા ચાર હાથે ગ્રાન્ટો મોકલી રહ્યા છે. ત્યારે GJ-1 અને GJ-18નું અંતર અડધો કલાકમાં ય્ત્ન-૧૮ થી વાહન ચાલક સરખેજ ૩૦ મિનિટમાં પહોંચી જાય, ત્યારે દરેક જગ્યાએ બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેથી ટ્રાફિક ડાઇવર્ટ રહે, ત્યારે બ્રિજ બનાવવા કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહી છે, ત્યારે ખોરજ પાસે બનેલા આ બ્રિજ હજુ એક વર્ષ પહેલા જ લોકાપણઁ કરવામાં આવ્યું છે, ત્યારે ૨૮ કરોડના બનેલો આ બ્રિજમાં જે ગાબડું પડ્યું તેનું કારણ શું?ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ભૂલ જે ગંભીર થયેલી છે તે તંત્રની હોવાનું પણ લોકમુખે ચર્ચા રહ્યું છે કારણ કે પુલની નીચેની મસમોટી ફોલ્ટ લાઈનો આવેલી છે ત્યારે GJ-18 ની મોટા ગટરોનું પાણી સુવેજની જે લાઈન છે તે આ બ્રિજની નીચે અંદાજે પાંચ મીટર નીચે આવેલી છે ત્યારે આ કામ ચાલતા પહેલા અને પુલ બનાવતા પહેલા નીચેની જગ્યાઓની ચકાસણી કરીને નીચે કોઈ ફોલ્ટ લાઈનો તો નથી ને ત્યારે મશીનરીથી ચેક કર્યા બાદ આ બ્રિજ બનાવવા ઇજનેર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે ત્યારે ઇજનેરની ગંભીર ભૂલ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ખોરજ ખાતે હાલ જે બ્રિજનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે તેમાં પ્લેટો ઉપર બનેલો પુલ અને નીચે માટી છે ત્યારે ફોલ્ટ લાઈનો લીકેજ થતાં અને ગટરની મોટી સુએજની લાઈન લીકનું અને વરસાદ પાણી ભેગું થતા આ બ્રિજની દશા થઈ હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે ત્યારે રોડ ઉપર જતા વાહનો જે જઈ રહ્યા છે ત્યાં રોડ ચોખ્ખો છે પછી જે પાણી ઠાલવવામાં આવ્યું તે પાણી સુએજનું એટલે કે ગટરની મોટી જે લાઈનો નીચે આવેલી છે તેના કારણે આ ઘટના બનેલી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે રીપેરીંગ કામ ચાલી રહ્યું છે તેમાં ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ઠાલવતા વાહન ચાલકો તીવ્ર દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા હતા ત્યારે ઈજનેર શાખા એવી કોની જવાબદારી આવે તે તપાસનો વિષય છે બાકી બ્રિજની કામગીરીમાં જાે નીચે આ ફોલ્ટ લાઈનો સક્રિય હશે તો આવનારા વર્ષોમાં આ પુલને નિષ્ક્રિય કરી દેશે તેમાં બેમત નથી સરકારના પૈસાનું પાણી થાય તો નવાઈ નહીં,