ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ પક્ષો ચૂંટણી જીતવા માટે પ્રચાર તેમજ જાહેરાતો માધ્યમથી મોટા મોટા દાવાઓ કરે છે. પરંતુ આ જાહેરાતોમાં સરકારી મિલ્કતને નુકસાન પહોંચાડાઇ રહ્યું છે.ચૂંટણી નજીક આવે એટલે તમામ રાજકીય પક્ષોને પ્રજા લક્ષી કામો અને પ્રજા યાદ આવતી હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રજાલક્ષી કામોને લઈ પ્રજા પાસે વોટ લેવા જતી હોય છે. વાત એ છે કે આ તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે જાહેરાત કરે છે. પરંતુ એ જાહેરાત કરીને તે શહેરની સુંદરતામાં બગાડ કરી રહ્યા છે.
અમદાવાદમાં રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી ચિહ્નોથી અમદાવાદની શેરીઓ અને રસ્તાઓ ભરી દીધાં છે. અમદાવાદ મહાનગરપાલિકા ભલે લાખો કરોડો ખર્ચીને રસ્તાઓ અને પુલોની દીવાલો પર પેઇન્ટિંગ કરાવે છે. ત્યારે સવાલ એ છે કે પોતાના પક્ષ પ્રચાર માટે રાજકીય પક્ષો શહેરની સુંદરતાનો ચહેરો કેમ બગાડી રહ્યા છે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ચાલુ વર્ષના અંતમાં યોજાવા જઇ રહી છે. દરેક રાજકીય પાર્ટીઓએ તેની તૈયારી શરૂ દીધી છે. રાજકીય પક્ષો અમદાવાદ શહેરના જાહેર રસ્તા કે દીવાલો પર હેરિટેજના ચિત્રો નહીં, પરંતુ રાજકીય પાર્ટીના ચિહ્નની જાહેરાતથી ચિતરામણથી ઢંકાઈ ગયું છે. માત્ર અમદાવાદ જ નહીં, પણ ગુજરાતના મોટાભાગના શહેરની આવી જ હાલત જાેવા મળી રહી છે. અમદાવાદ હેરિટેજ સિટી નહીં પરંતુ રાજકીય પાર્ટીના ચિત્રોનું શહેર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.