ગુજરાતમાં ૨૩ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે, ત્યારે પ્રજાના કામો, વિકાસ તથા બે દાયકા દરમિયાન જે વિકાસ થયો તે ભાજપને આભારી છે. ત્યારે એવા પણ મંત્રીઓ છે, કે અરજદારોની સંખ્યા સૌથી વધારે લોકો મળવા આવે છે, ત્યારે સ્વર્ણિમ-૧ સંકુલ ખાતે રાજેન્દ્ર ત્રિવેદી ને ત્યાં સૌથી વધારે ભીડ જાેવા મળે છે, તેમની પાસે સહકાર ખાતુ તથા અન્ય ખાતા હોઈ જેમાં કલેકટર કચેરી, અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ચાલતા ભ્રષ્ટાચારનું બ્યુંગલ વગાડનાર રાજેન્દ્ર ત્રિવેદી હવે રાજુ બન ગયા જેન્ટલમેન જેવી તેમની છબી પ્રજા તથા ગરીબ ખેડૂતો જેમની જમીનો ભૂમાફિયાઓ એ ઘસી નાખી હોય તેવા તમામને સીધાદોર કરનાર રાજેન્દ્ર ત્રિવેદીને ત્યાં સૌથી વધારે અત્યારે ફરિયાદોના ઢગ ગરીબ ખેડૂતોની જે જમીનો ઘસાઈ ગઈ, તે પીડિતોની અરજીઓના થોકડા આવી રહ્યા છે અને ગુજરાતના ઇતિહાસમાં સહકાર મંત્રી પહેલા એવા આવ્યા કે વાતોના તુકકા નહીં, પણ કામ નહીં કરનારા, ભ્રષ્ટાચારીઓ ના ભુક્કા કાઢી નાખવાના, ક્યારે પબ્લિક ડિલિંગ અને દરેક વ્યક્તિઓ સાથે સુમેળ ભર્યા માહોલમાં વાત કરનારા રાજેન્દ્ર ત્રિવેદીને મળવા અરજદારોનો મોટો ઘસારો જાેવા મળી રહ્યો છે, તંત્ર ઉપર પકકડ અને સહકાર ખાતું, મહેસુલ ખાતા ઉપર ભારે પકડ ધરાવતા આ મંત્રી છે,
જીતુભાઈ વાઘાણી પોતે પ્રવક્તા અને શિક્ષણ મંત્રી હોવાથી બદલીઓ અને વિકાસના કામો માટે મોટી સંખ્યામાં અરજદારો આવે છે, મંત્રી જીતુ વાઘાણી પોતે પહાડી વાઘ નો અવાજ રાખે છે, બાકી પાવરફુલ હોય અધિકારી તથા તંત્ર ઉપર ભારે પકકડ ધરાવે છે તેમને ત્યાં અરજદારોની ભીડ તથા સૌરાષ્ટ્રમાંથી ખૂબ જ અરજદારો મળવા આવે છે,
પ્રદીપ પરમાર સામાજિક ન્યાય સમિતિના મંત્રી છે, ત્યારે પ્રદીપ પરમાર નાનો વર્ગ અને SC,ST,OBC માં પકડ ધરાવતા અને પાવરફુલ મંત્રી તરીકેની છાપ છે, તંત્ર અધિકારીને એકવાર કહે, બીજી વાર કામ ન થાય તો ત્રીજી વાર ના કહેવું પડે તેવી ચમનપુરાની ભાષામાં કહી દે, આખરે કામ તો પ્રજાનું જ કરવાનું છે ને ,આ તેમની વાત હોય છે, અને સમય પણ કાઢીને અરજદારોને મળે છે તથા તેમના મતવિસ્તારમાં રજાના દિવસે તાતાનગર ખાતે આવેલ કાર્યાલય ખાતે અચૂક મળે, કોમન મેન તરીકેની છાપ ધરાવતા આ મંત્રી પોતે પાન માવા ની દુકાને પણ સામાન્ય માણસ પાસે બેસીને પણ ચા ની ચૂસકી મારે , ત્યારે તંત્ર ઉપર પકકડ અને અમદાવાદ ખાતેથી લોકો પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે અને શાંતિથી સાંભળે અને તડાફડીવાળા મંત્રી હોય એટલે અહીંયા ભીડ રહેતી હોય છે.
અર્જુનસિંહ ચૌહાણ ને ત્યાં અરજદારોની ભીડ જાેવા મળે છે, મધ્ય ગુજરાતમાંથી તો સોમ થી બુધ ટોળા તેમને મળવા આવતા હોય છે, ત્યારે ઘણીવાર આ મંત્રીને પાસે અરજદારો કામ કરાવવા આવ્યા બાદ, ભલામણ ફોનથી કરી દે અને અરજદાર કામ થઈ ગયા બાદ મંત્રીના પણ ખીસા ખાલી કરે તેવા અરજદારો આવતા હોય છે, અને મંત્રી પાસે ભાડું પણ માંગતા હોય છે, ત્યારે દર મહિને ૧૦ થી ૧૨ અરજદારોને ભાડા, તથા જમાડીને મોકલતા આ મંત્રીને ત્યાં ભીડ જાેવા મળે છે, રોડ ,રસ્તા પર પોતાના મત વિસ્તારમાં જતા હોય અને ઉંમરલાયક સિનિયર સિટીઝન હોય તો વાહનમાં બેસાડી લે, ઘણીવાર GJ-18 ખાતે ACTIVA લઈને ફરતા હોય, પણ હા જે નવા મંત્રીઓ આવ્યા છે, તે પ્રજા માટે સમય ફાળવે છે, તે ખૂબ જ અગત્યનું છે, બાકી ગુજરાતમાંથી આવતા હોય અને ભાડા ખર્ચીને આવ્યા બાદ મંત્રી ન મળે અને ધરમનો ધક્કો પડે તેવી સ્થિતિ હવે નથી, તમામ હાજર હોય છે,