GJ-18 ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા GJ-18 ના વિરોધમાં જે ગરબા ગુજરાતની શાન અને ધાર્મીકતા કહેવાય છે, તેના પર GST કેન્દ્ર સરકાર દ્વારા લગાવાતા તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સે.૨૧ ખાતે મહિલાઓ દ્વારા ગરબા ગાઇને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે પુરુષો દ્વારા પ્લેબોર્ડ સાથે GST નો વિરોધ કરતાં નજરે પડી રહ્યાં છે, ત્યારે ગુજરાતની ગરબી એવા ગરબાનો ક્રેઝને જાેવા દેશ-વિદેશથી લોકો આવે છે, ત્યારે માતાજીના ગરબા-ગાનારા ઉપર GST ૧૮% લગાવાતા આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. GST નાં વિરોધના પગલે નગરસેવક તુષાર પરીખ, જનરલ સેક્રેટરી (આપ), સૂર્યસિંહ ડાભી, રણજીતસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ મુકેશ પટેલ, રીના રાવલથી લઇને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.