ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સાફ-સફાઈ અભિયાનને ખૂબ જ જાેર આપી રહ્યા છે. ત્યારે પોતે કોથળી, કચરો વીણતા અને પ્રદૂષણ અટકાવવા જાહેરમાં તેમના પ્રથમ વક્તવ્યમાં આ બોલતા હોય છે અને પોતે લોકોમાં જાગૃતિ આવે એ સંદર્ભે કચરો પણ વીણતા આપણને ટીવી, અખબારોમાં જાેઈએ છે, ત્યારે સાફ- સફાઈ અભિયાનમાં રોડ ,રસ્તા પર જાહેરમાં ચાલુ વાહને કચરો ફેંકતા, અને પાન- મસાલા ની પિચકારી મારતા વાહન ચાલકો માટે મનપાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા નવો કોન્સેપ્ટ લાવ્યા છે, ત્યારે GJ-18 મનપા સમાવિષ્ટ વિસ્તારોમાં રહેતા નગરજનોને પોતાના ટેક્સનું બિલ ભરેલ બતાવીને વિનામૂલ્યે (ફ્રી) ડસ્ટબીન જે ફોર- વ્હીકલ ના વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ બનશે, ઘણીવાર પરિવાર સાથે ફરવા ગયા હોય અને એ નાસ્તાના પડીકા બાળકો ખાઈને ચાલુ ગાડીએ ફેંકી દેતા હોય છે અને ઘણા જ વાહન ચાલકો પાન મસાલા ની પિચકારી વાહન નો દરવાજાે ખોલીને થુંકતા નજરે પડે છે. આના કારણે બીજા વાહન – ચાલકો ઉપર પિચકારી ઉડવાના અને ઝઘડા થવાના પણ બનાવો બનવા પામ્યા છે ,ત્યારે ગાડીમાં આ બેઠેલ પરિવાર પણ નાસ્તાના પડીકા કે ફુડ પેકેટ ની કોથળી જાહેરમાં ફેકતા એક્સિડન્ટ થી લઈને અનેક બનાવો બનવા પામેલ છે, ત્યારે મનપાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા આ પ્રશ્ને ગંભીર ચિંતા કરીને નવો કોન્સેપ્ટ લાવ્યા છે. જેમાં GJ-18 મનપા સમાવિષ્ટ વિસ્તારોમાં રહેતા નગરજનો જેમની પાસે ફોર વ્હીલર છે, તેમના માટે આ કોન્સેપ્ટ છે, ત્યારે ટેક્સનું બિલ બતાવીને (ટેક્સ ભરેલો હોવા જાેઈએ) ડેપ્યુટી મેયરની ચેમ્બર,MS બિલ્ડીંગ ,ચોથા માળેથી મળી શકશે.ડેપ્યુટી મેયર પ્રેમલસિંહના આ કોન્સેપ્ટ થી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે જે ડસ્ટબીન બનાવવામાં આવ્યા છે ,તે ફોર વ્હીલર ધારકો માટે આશીર્વાદ રૂપ બને તેમાં બે મત નથી.