ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત India’s Rising Talent કાર્યક્રમનું ગુજરાતમાં લોંચિંગ કરાયું

Spread the love

 

પ્રતિસ્પર્ધીએ ભાગ લેવા માટે Whatsapp નંબર 9909239919 ઉપર એક મીનીટનો વિડીયો મોકલવાનો રહેશે

અમદાવાદ

આજે અમદાવાદ ગાંધીઆશ્રમ ની સામે આવેલ Silver Cloud હોટલ ખાતે ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત India’s Rising Talent કાર્યક્રમનું ગુજરાતમાં લોચિંગ કરવામાં આવ્યું હતું . ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશભરમાં India’s Rising Talent કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત યુથ કોંગ્રેસ દેશભરના પ્રતિભાશાળી યુવાનો જેવા કે સિંગર , કોમેડીયન ,એક્ટર ,મિમિક્રિ આર્ટિસ્ટ , રીલ્સ ક્રિએટર જેવી વિવિધ પ્રતિભા ધરાવતા હોય તેમને મંચ આપી રહી છે .આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે Whatsapp નંબર 9909239919 પણ જાહેર કરવામાં આવ્યો હતો. ભાગ લેવાનાં માટે પ્રતિસ્પર્ધીએ ૧ મીનીટનો વિડીયો મોકલવાનો રહેશે

પ્રતિસ્પર્ધીઓ પોતાના અંદાજ માં હાલ ની દેશ ની પરીસ્થિતિ વિશે અથવા સમસ્યાઓ જેવી કે મોંઘવારી , બેરોજગારી કે મહિલા સુરક્ષા જેવા અનેક મુદ્દાઓ પર પણ પોતાની વાત કલાત્મક રીતે મુકી શકશે.

આ કાર્યક્રમમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી મહાસચિવ મનીષ ચૌધરી , પ્રભારી સચિવ મહંમદ શાહિદ તથા ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા .

આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતની ખ્યાતનામ પ્રતિભાઓ ઉપસ્થિત રહી હતી.

*ભૂમિ પંચાલ ( ગુજરાતી સિંગર)

* સોની જેસ્વાની (એક્ટર પૂર્વ Mrs India)

*હિરેન ત્રિવેદી (સ્ટેન્ડઅપ કોમેડીયન)

*આદેશ તોમર (એક્ટર)

* વિરલ મેવાણી (એક્ટર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com