– છેલ્લા કેટલાય દિવસ થી અર્ધ પાગલ અવસ્થા મા આવેલ વ્યક્તિ ને માણસ બનાવ્યો
– રોટી , કપડા , દાઢીબાલ સ્નાન કરાવ્યુ
– કોમ્પલેક્ષ ના વેપારીઓ બે ટાઇમ જમવાનુ અને કપડા પહેરાવી તેની દેખરેખ રાખે છે
પ્રાંતિજ તા.૫|૮|૨૦૨૨
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના શિવાલીકા કોમ્પલેક્ષ ના વેપારીઓની માનવતા જોવા મળી છે એક અધ પાગલ વ્યકિત ને માણસ બનાવી રોટી , કપડા સહિત ની જરૂરિયાત પુરી પાડવામા આવી રહી છે
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ શિવાલીકા કોમ્પલેક્ષ માં છેલ્લા કેટલાક દિવસ થી અર્ધ પાગલ વ્યકિત આવેલ હોય શિવાલીકા કોમ્પલેક્ષ ના લોકો તેની દેખરેખ રાખી રહ્યા છે અને તેના માટે નવા કપડા અને તેને ન્હાવા માટે પણ વ્યવસ્થા કરવામા આવી છે અને તેની બાલદાઢી પણ કરાવી આપવામા આવે છે તો તેને જમવા માટે બે ટાઇમ ભોજન ની પણ વ્યવસ્થા કરવામા આવી છે તો આ વ્યક્તિ માત્ર તેનુ નામ હરે કૃષ્ણ અને ધોરકાનો રહેવાસી હોવાનુ માત્ર જણાવે છે ત્યારે હાલતો આ કોમ્પલેક્ષ ના લોકો દ્રારા તેવોથી બનતી તમામ વ્યવસ્થા પુરી પાડવામા આવી રહી છે ત્યારે આ કોમ્પલેક્ષ ના દુકાન માલિકો ની માનવતા ના અહી દર્શન થાય છે તેમ કહીએ તો નવાઈ નહી