GJ-18 કોબા પરથી ૧૦.૦૯ લાખની પાણીની પાઇપો ચોરનાર પૂર્વ કર્મચારી ઝબ્બે,

Spread the love


GJ-18  એટલે ગુજરાતનું પાટનગર કવેયા, ત્યારે અહીંયાથી પરીપત્રો, આદેશો, ઠરાવો, તમામ અહીંથી થાય ત્યારે હમણાં જ સે-૨૧ પો.સ્ટેશનમાં એક ભાજપના મહિલા કાર્યકર્તા ઘરે ચોરી થઇ, અને ચોરી થયા બાદ ફરીયાદ થતાં સે-૨૧ પો.સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલીને આરોપીને પણ ઝબ્બે કરી લીધા હતા. ત્યાર બાદ ઇન્ફોસીટી પો.સ્ટે ખાતે ગુડા દ્વારા પાણીની પાઇપો ચોરાઇ જતાં ફરીયાદ કરવામા ંઆવેલ જે ઇન્ફોસીટીનાVG રાઠોડ તથા સ્ટાફ સાથે લગે રહો મન્નાભાઇની જેમ ફરીયાદ ઉપર પાવરફુલ ધ્યાન કેન્દ્રીત કરતાં ગણતરીના કલાકોમાં પોપટીયો ઝબ્બે થઇ ગયો હતો, ત્યારે અગાઉ પણ ઇન્ફોસીટી પો.સ્ટેશન દ્વારા ગરીબ શ્રમજીવીના બાળકને ડોક્ટર દ્વારા ૧.૫૦ લાખનું બીલ આયુષ્યમાન કાંડ હોવા છતાં પકડાવી દેતાં અને બાળક ન આપતાંPI દ્વારા સરાહનીય કામગીરી કરીને પોતે પોતાના ખીસ્સામાંથી પેમેન્ટ આપવા ડોક્ટરને જણાવ્યુ ંહતું. ત્યારબાદ અગાઉ બાઇક સ્નેચર દ્વારા એક મહીલાને લૂંટીને માર મારવામાં આવતા ંગણતરીના કલાકોમાં આરોપીને અમદાવાદથી ઝડપી લીધા હતા. ત્યારે સેક્ટર-૨૧PIDD ભરવાડ તથા ઇન્ફોસીટીના PIVG રાઠોડની રેસ ગુના ઝડપી ઉકેલવામાં લાગી હોય તેવું લાગે છે, ત્યારે  PI બન્ને સત્‌ સત્‌ વંદન, આટલા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી અને મુદ્દામાલ કબજે કરવો તે નાનીમાંના ખેલ નથી, ત્યારે હમણાંજ પાઇપોની થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાઇ ગયો છે,
પ્રાપ્ત વિગતોનુસાર GJ-18 કોબા હાઇવે રોડ ગુડાની ટીપી સ્કીમ ૧,૨ અને ૩માં પાણીની પાઈપ લાઈન નાખવા માટે ખાનગી એજન્સીએ રાજધાની પેટ્રોલ પંપ પાસે મુકેલી રૂ. ૧૦.૦૯ લાખની પાઇપો ચોરનાર પૂર્વ કર્મચારીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લઈને ઈન્ફોસિટી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી તમામ મુદામાલ રીકવર કરી લેવામાં આવ્યો છે.ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા ટીપી સ્કીમ ૧,૨ અને ૩માં પાણીની પાઈપ લાઈન બિછાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ખાનગી એજન્સી દ્વારા રાજસ્થાની પેટ્રોલ પંપ પાસે આશરે ૧૮ ફૂટ લાંબી ડકટાઇન આર્યનની પાણીની પાઇપો રાખવામાં આવી હતી. ગત તા. છઠ્ઠી ઓગસ્ટના રોજ સવારના આશરે નવેક વાગ્યાના એજન્સીના એન્જીનિયર રવિન્દ્ર યાદવે ફોન કરીને પ્રવીણભાઈને કહેલું કે ટીપી સ્કીમમાં પાણીની પાઈપ લાઈનો બિછાવવાની માટેની આર્યનની પાઇપો કોબા-ગાંધીનગર હાઇવે રાજધાની પેટ્રોલપંપની નજીકમાં રાખેલી તે ચોરાઈ ગઈ છે.આશરે ૧૮ ફૂટ લાંબી ડકટાઇન આર્યનની પાઇપો ચોરાઇ ગયાની વાત સાંભળીને એજન્સીના સંચાલક પ્રવિણભાઈ ગાંધીનગર દોડી આવ્યા હતા. ત્યારે માલુમ પડયું હતું કે ૧૦.૦૯ લાખની કિંમત એકસામટી ૧૬૪ પાણીની પાઈપ ચોરીને લઈ ગયા છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે પીઆઈ વી જી રાઠોડે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી અમદાવાદ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.જે અન્વયે શકમંદ આઈસર ગાડીનાં ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ મીતુલ અશોકભાઈ ડાયાણી (રહે. ગોપી નાથ હાઈટસ, નિકોલ, મૂળ અમરેલી) હોવાની કબૂલાત કરી હતી. જેની પાસેથી ઉક્ત ચોરી કરેલી ૧૬૪ પાઇપો પણ મળી આવી હતી. જેની વધુ પૂછતાંછમાં ભૂતકાળમાં તે એજન્સીમાં કામ કરતો હતો. અને એજંસી દ્વારા પાઇપો મૂકવામાં આવી હોવાની વાતથી સારી રીતે વાકેફ હતો. અને મોકો જાેઈને પાઇપો ચોરીને વેચવા માટે નીકળે એ પહેલાં જ પોલીસના હાથમાં આવી ગયો હોવાનું પણ સ્વીકાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com