ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સ્માર્ટ સિટી હેઠળ કરોડો નહીં અબજાે રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે ત્યારે સ્માટસીટી દ્વારા દરેક વખતે નવા કોન્સેપ્ટ લઈને આવે છે ત્યારે અગાઉ સુરત ખાતે ફેલ ગયેલો પ્રોજેક્ટ હવે GJ-18 ખાતે કાર્યરત થયેલો છે પણ આ પ્રોજેક્ટ લાવવાનું મુખ્ય કારણ રોડ રસ્તા પર જે કચરાપેટીઓ મૂકવામાં આવી હતી તે પેટીઓને ઢોરોે દ્વારા ઉથલાવી નાખીનેતેમાંથી કચરો ખાતા હોવાની અને રોડ રસ્તા પર કચરો પડેલો હોવાથી અનેક પારાવાર મુશ્કેલીઓ પડતી હતીત્યારે સ્માર્ટ સિટી દ્વારા સુરત ખાતે ચવાઇ ગયેલો આ કોન્સેપ્ટ અહીંયા અખતરો કરવામાં આવ્યો હતો પણ હવે ઢોરોથી બચવા પણ માનવજાત હવે પેટીઓ ખોલીને કચરો લઈ જતા અને રોડ રસ્તા પર કચરો ઠલવી દેતા બકરું કાઢતા ઉંટ પેઠું જેવો ઘાટ સર્જાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ધો-૨ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે GJ-18 મહાનગરપાલિકા દ્વારા ડમ્પીંગ કચરાની પેટી મૂકવામાં આવી છે ત્યારે ઢોરોનો ત્રાસ ઓછો થતાં માનવજાતનો ત્રાસ વધી જતા હવે શું કરવું તેની મૂંઝવણ હવે મહાનગરપાલિકાને સતાવી રહી છેત્યારે કચરાની પેટી આખી ઢાંકણા સાથે ખોલીને તેમાં અંદર જઈને તમામ કચરો માનવ જાત એવા શ્રમ જેવી ફેંદી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આ પેઢીના ઢાંકણા સલામત રહેશે કે કેમ?? તે યથાર્થ પ્રશ્ન છે.
સ્માર્ટ સિટી દ્વારા મુકેલા મોટા ડસ્ટબીન હવે ઢોરો માટેનો ત્રાસ છુટ્યો,પણ હવે માનવજાત આખે આખી પેટીના ઢાંકણા ઉંચા કરીને કચરો વીણીને લઈ જતા અને બીજાે કચરો રોડ, રસ્તા પર ઠલવતા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે બકરું કાઢતા ઊંટ પેઠું હોય તેમ હવે આવનારા દિવસોમાં આ ઢાંકણા સલામત રહેશે કે કેમ? તે સંદર્ભે મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવું પડશે