રાજકારણ પણ અજબ -ગજબ છે તસવીરમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, બાજુમાં પૂર્વ શહેર પ્રમુખ મુકેશ પટેલ, બંને એક સમયે કોંગ્રેસ ચલાવતા હતા, ત્યારે મુકેશ પટેલની તો બાકડા બેઠક તરીકેની છાપ હતી, આજે બંને સંગઠનના એક્કા આમ આદમી પાર્ટીમાં જાેડાઈ જતા આવનારા દિવસોમાં સૂર્યસિંહ કેવો સૂર્યોદય કરે છે, અને મુકેશ પટેલ પાર્ટી પક્ષ માટે કેવી રીતે રણનીતિ તૈયાર કરે છે, તે ચર્ચાનો વિષય છે, પણ હા કોઈ મોટા નેતાઓ પક્ષ છોડીને જતા રહે અને એની પાછળ ટોળું જાય તેની ચિંતા કરવાની જરૂર નથી, પણ ગલી, રોડ ,રસ્તાથી લઈને દરેક વિસ્તારમાં ફરતો અને સંગઠનનો માણસ અન્ય પક્ષ માટે લાલબત્તી સમાન હોય છે, ત્યારે આમ આદમી પાર્ટીને ઘણા જ રાજકીય પક્ષો કશું જ ગણતા ન હતા, આજે ગુજરાતમાં કાચબાની ગતિએ આવેલી આ પાર્ટી એ જે સ્પીડથી પક્કડ પકડી છે, તે કલ્પના બહારની હશે, ત્યારે શહેરમાં સંગઠન તો બનાવવું પણ સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારો ઉપર ખૂબ જ ભાર આપી રહી છે, ત્યારે GJ-18 ના સોનીપુર ગામ ખાતે બંને હોદ્દેદારોએ હાલ આ પાર્ટીમાં ઊંચો હોદ્દો ધરાવે છે, પણ જમીનના ટચ સ્ક્રીન માણસ હોવાથી ચા ની કીટલી હોય કે પાનનો ગલ્લો ચુસકી મારવા બેસી જાય, ચાય પે ચર્ચા,લો આ પાર્ટી કા પચૉ, નો પ્રચાર ચાલી રહ્યો છે.