રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને દરેક રાજ્યોએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઇએ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Spread the love

રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન ૨૦૨૨નું નવી દિલ્હીમાં સમાપન

નવી દિલ્હી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪થી ડીજીપી સંમેલનનું સ્વરૂપ બદલવાનો પ્રયાસ કર્યો છે અને તેનું વિશ્લેષણ કર્યા બાદ આપણે ઘણી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ પણ રહ્યા છીએ. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને દરેક રાજ્યોએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. આ દેશ અને યુવાનોના ભવિષ્યની લડાઈ છે, જેના માટે આપણે એક દિશામાં એક સાથે લડીને કોઈપણ પરિસ્થિતિમાં જીતવાનું લક્ષ્ય છે એમ તેમણે ઉમેર્યું હતું.નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન – ૨૦૨૨નું સમાપન સંમેલનમાં સુરક્ષા વર્તમાન પડકારો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશના સંરક્ષણ માળખાને મજબૂત કરવા વડાપ્રધાનના વિઝન પર આધારિત વિવિધ પહેલોને ઉજાગર કરી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, સરહદી રાજ્યોના ડીજીપીઓએ સરહદી વિસ્તારમાં થઈ રહેલા ડેમોગ્રાફિક પરિવર્તન પર સતર્ક નજર રાખવી જોઈએ. સાથે-સાથે તેઓ પોતના રાજ્યોમાં ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં તમામ તકનીકી અને રણનીતિ સંબંધી મહત્વની જાણકારીઓ નીચે સુધી પહોંચાડે એ પણ જરૂરી છે.વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્ર મોદીએ દેશની આંતરિક સુરક્ષા પર ભાર મૂક્યો તો જ પરંતુ પડકારોનો સામનો કરવા માટે તંત્રને પણ મજબૂત બનાવ્યું છે. આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ, ઉત્તર-પૂર્વના વિવિધ ઉગ્રવાદી જૂથો અને વામપંથી ઉગ્રવાદને ખતમ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. આ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ઘણા નવા કાયદા ઘડ્યા, રાજ્યો સાથે સંકલન વધાર્યું, બજેટ ફાળવણીમાં વધારો કર્યો અને ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ પણ કર્યો છે.નેશનલ ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)ના રૂપમાં દેશમાં પ્રથમવાર એક એવી સિસ્ટમ ડેવલોપ થઈ છે, આપણે તેને પાયાના સ્તર સુધી પહોંચાડવી જોઈએ.

માત્ર કોઇ કંસાઇનમેન્ટને પકડવું જ પૂરતું નથી, ડ્રગના નેટવર્કને સંપૂર્ણપણે જડમૂળમાંથી ઉખેડીને તેના સ્ત્રોત અને ડેસ્ટિનેશન સુધી પહોંચવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક રાજ્યના ઇન્વેસ્ટિગેટેડ કેસોનું આપણે ઉંડાણપૂર્વક એનાલિસિસ કરવું જોઈએ. NCORDની જિલ્લા સ્તરીય બેઠકો સુનિશ્ચિત કરવી જોઈએ અને તેનો ઉપયોગ પાયા સુધી પહોંચાડવો જોઈએ.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી મિશનની શરૂઆત કરી છે પણ તે સફળ ત્યારે જ થશે જ્યારે તેને નીચે સુધી પહોંચાડવામાં આવશે.

કેન્દ્ર સરકાર વિવિધ પ્રકારના ગુનાઓનો એક ડેટાબેઝ તૈયાર કરી રહી છે. દેશમાં પ્રથમવાર વૈજ્ઞાનિક અભિગમની સાથે આટલા બધા મોરચા પર એક સાથે કામ થયું છે. સુરક્ષા તંત્રને મજબૂત કરવા માટે આપણે 5જી ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરવો પડશે

આધુનિક ઇન્ટેલિજેન્સ એજન્સીનો આધારભૂત સિદ્ધાંત ‘ need to know’ નહીં પરંતુ ‘ need to share’ અને ‘ duty to share’ હોવો જોઈએ, કેમકે જ્યાં સુધી અપ્રોચમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી આપણને સફળતા નહીં મળે. ટેક્નૉલૉજીની સાથે આપણે હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગને પણ સમાન ભાર આપવો જોઈએ.આ સંમેલન યુવા અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ઊંડાણ પૂર્વક જાણકારી આપવામાં ઉપયોગી બને છે. છેલ્લાં બે દિવસમાં ચર્ચા માટે પસંદ કરાયેલા સત્ર પ્રાસંગિક અને મહત્વપૂર્ણ હતા અને આ બે દિવસો દરમિયાન વિવિધ વિષયો ઉપર ચર્ચા કરાઇ જેમાં, કાઉન્ટર ટેરર અને કાઉન્ટર રેડિકલાઇઝેશન, માઓવાદી ઓવરગ્રાઉન્ડ અને ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશનના પડકારો, ક્રિપ્ટો કરન્સી, કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી, સાયબર અને સોશિયલ મીડિયા સર્વેલન્સ, ટાપુઓનું, બંદરોની સુરક્ષા, 5G ટેક્નોલોજીને પ્રગતિ ઉભરતા પડકારો, સરહદી ક્ષેત્રો પર ડેમોગ્રાફી પરિવર્તન અને વધતુ કટ્ટરપંથીકરણ, નશીલા પદાર્થોની તસ્કરી જેવા વિષયોનો સમાવેશ થાય છે.ભાગ લેનારા પ્રતિનિધિઓએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા. સ્પેશિયલાઈઝ ફિલ્ડના ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને નિષ્ણાંતોએ પણ પોતાના મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવિત સૂચનોને સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે અમલમાં મૂકવાની પણ હાકલ કરી હતી.

આ સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા, નિશીથ પ્રામાણિક અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વડાઓ અને રાજ્યોના પોલીસ મહાનિર્દેશકોએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com