પ્રજાના પૈસાનું પાણી, ઘુમાડો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાંન્ટ ભંગારવાડે જેવો ઘાટ
મુખ્યમંત્રીએ હમણાંજ
૩૫ કરોડની મનપાને આપવાની જાહેરાતકરી, ૩૫ કરોડ આપ્યા બાદ કામ દેખાય છે, ખરું?
૧૨ વર્ષના ગાળામાં તિજાેરી, વોટરકુલર, બેસવાના બાંકડા, ફૂટપાથ, પેવરબ્લોક, સાયકલ પ્રોજેક્ટ, બાળકોને રમવાની કીટ આમાંથી કેટલી લાભ દાયી અને સફળ રહી હોય તેવું એક આઇટમ બતાવો, ખુરશીઓ પણ લાખો આપી હતી, તે ખુરશીઓ આજે દેખાતી નથી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ચાર હાથે કરોડોની ગ્રાંન્ટો મોકલી રહ્યા છે, ત્યારે હવે આ ગ્રાંન્ટ સ્માર્ટસીટી થકીથી બંધ કરી દેવાની જરૂર છે, રોડ, રસ્તા,થી લઇને અનેક પ્રશ્નો મો ફાડીને ઉભા છે, ત્યારે તસ્વીરમાં દેખાતી આ બાળકોની કીટ વેસ્ટમાંથી બેસ્ટ બની શકે છે, પણ દાદા દિલ્લીથી પૈસા મોકલે તો ભલે ભંગારમાં જાય? છોકરાઓ બગડી ગયા છે, જે ટેક્સ આવે તેમાંથી GJ-18 મનપાનો વહીવટ કરો, તો હમણાં બધુંજ વેસ્ટમાંથી બેસ્ટ થઇ જાય, ત્યારે રાજકારણની રીતી નહીં પણ નીતિથી કામ પ્રજાના થાય તેવું પ્રજા ઇચ્છી રહી છે.
ગાંધીનગર
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાત વિકાસ માટે અબજાે રૂપિયાની ગ્રાંન્ટો ફાળવી રહ્યા છે, ત્યારે મોદી દાદા, અમીત કાકા, બેને ચાર હાથે ગ્રાંન્ટો મોકલે છે, અને અહીંયા છોકરાઓ ટેસ કરે છે, તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે ૧૦ વર્ષના ગાળામાં GJ-18 મનપાના વિકાસ માટે જે ગ્રાંન્ટો ફાળવવામાં આવી છે, તે અબજાે રૂપિયાની છે, ત્યારે અબજાે રૂપિયા એવા લાખના બાર હજાર કેમ કરવા, અને ભ્રષ્ટ્રાચાર ચરમસીમાએ હોય તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે મોદી દાદા પૈસા આપવાનું બંધ કરો, છોકરાઓ બગડી ગયા છે, હવે તેમના પગ ઉપર ઉભા થવા દો, એ જે ટેક્સ મનપા ને આવે છે, તેમાં ઘર ચલાવો તેવું કહી દો, ક્યા ંસુધી દિકરાઓને પોષશો, ત્યારે કરોડો રૂપિયા વિકાસ માટે ફાળવ્યા તો શું વિકાસ દેખાઇ છે, ખરો? વર્ષો પહેલાં સ્વ.રાજીવગાંધી કહેતા હતા, કે દિલ્લીથી મોકલેલી ૧૦૦ રૂપિયાની નોટ ગુજરાત આવતાં ૨૦ રૂપિયા બની જાય છે,ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોજી આવ્યા બાદ ગુજરાત સરકારને પુરુે પુરુ ફંડ એવી ગ્રાન્ટ મળે છે, અને મનપાને પણ પુરેપુરી ગ્રાંન્ટ મળે છે, ત્યારે મનપા હવે ૧૦૦ માંથી ૨૦ બનાવી દે છે,ત્યારે જાે ખરેખર ચકાસણી કરવામા ંઆવે તો દિલ્લીના દાદાએ મોકલેલી ગ્રાંન્ટ ખૂટે એવી નથી, પણ સફાચટ કરવામાં તંત્ર એટલું હોશીયાર છે, કે દર વર્ષે માંગણીયા કંપની માંગતું જ રહે છે, ત્યારે આજે ગુજરાતમાં કોઇ એવું મનપા બતાવો કે દિલ્લીના દાદાને જરૂર પડે તો ગ્રાંન્ટનો નાનો ટૂકડો પણ આપે, ત્યારે હવે દિલ્લીના દાદા અને કાકાએ ગ્રાંન્ટ બંધ કરીને હવે જે મનપાની ટેક્સની તગડી આવક થાય તેમાં ઘર ચલાવો તેવું સ્પષ્ટ કહી દેવાની જરૂર છે, તો જ તંત્ર સુધરશે, બાકી ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી GJ-18 મનપાના વિકાસમ માટે હરહંમેશા પ્રયત્ન શીલ સાથે કરોડો નહીં પણ અબજાેની ગ્રાંન્ટ આપે છે, ત્યારે રોડ રસ્તા, અને બનાવેલા બ્રિજમાં પણ ગાબડા, અને એક અંડરબ્રિઝ બનાવવામાં આવ્યો છે, તે અંડર બ્રિજનું નામ જ ખટાક, ખટાક જ પડી ગયું છે, ત્યારે ૧૦ વર્ષના ગાળામાં બાકડા, પાંજરા, તિજાેરી, થી લઇને બાળકોની રમવાની તસ્વીરમાં આ દેખાતી કીટ જાેઇ શકાય છે, તેમાં કોઇ સાજી અને સુવ્યવસ્થિત હોય તો બતાવો, શં આને વેસ્ટમાં નાંખી દેવાની? ત્યારે GJ-18 મનપાના મેયર, ડે. મેયર, ચેરમેન આ પ્રશ્ને ગંભીર છે, જેથી વેસ્ટમાંથી વેસ્ટ થતું હોય અને નાણાંનો વ્યયન થાય તે માટે હરહંમેશા પ્રયત્નશીલ છે, તો જે જગ્યાએ આ બાળકોની રમવાની કીટો ફીટ કરવામાં આવી છે, અને જ્યાં બાળકો ઉપયોગ ન કરતાં હોય તો તે જગ્યાએથી બદલીને બીજા બાળકોને લાભ મળે તે વિચારવું જાેઇએ, ત્યારે આ કીટ વેસ્ટમાંથી બેસ્ટ બની શકે છે, ૧ કરોડના માલ સામે ૧૦ લાખમાં આ ફરી ઉભી થઇ જાય તેમ છે, અને બાળકો ફરી કિલ્લોલ કરે તેમ છે, ત્યારે આ સંદર્ભે અનેક સેક્ટરોમાં આ બાળકોની કિટો ભંગારમાં તબદીલ થઇ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નાણાં બચે તેવો અથાગ પ્રયત્ન કરવો જાેઇએ તેવી લોકમાં પણ માંગણી ઉઠી છે.