રાજ્યમાં પ્રથમ એવા મંત્રીએ રેડો પાડીને તંત્રને સીધુ ઢોર કરવા પ્રયત્ન કરેલ
તંત્ર સામે પાવરફુલ પક્કડ ધરાવતા રાજેન્દ્ર ત્રિવેદી ખેડૂતો માટે રાજુ બનગયા જેન્ટલમેન રહ્યા છે,
સારું કામ કરનારા, પ્રજાના પ્રશ્નને વાચા આપનારા હોદ્દેદાર મંત્રીની કોઇ વેલ્યું નહીં? પ્રજામાં પૂંછાતો પ્રશ્ન?
ગુજરાતમાં ચૂંટણીઓ વિધાનસભાની ટૂંકાજ મહીનાઓમાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા આખું નવું મંત્રી મંડળ રચવામાં આવેલ, જે નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ભારે કઠીન હતો. સરકારે નિર્ણય લઇને સચિવાલયમાં જે પલ્બીક ઓછી થઇ ગઇ હતી, તે નવા મંત્રીઓ આવતાં પાછી દોડતી થઇ ગઇ હતી, ત્યારે હમણાં જ બે કેબીનેટ મંત્રીએવા પૂર્ણેશ મોદી તથા રાજેન્દ્ર ત્રિવેદીનું ખાતું લઇ લેવામાં આવ્યું, તેમાં પૂર્ણશ મોદી પાસે માર્ગ અને મકાન વિભાગ હતું, તેમાં ગુજરાતમાં પડેલા રોડ, રસ્તા પર ગાબડા, ભુવાથી પ્રજા પરેશાન અને તંત્ર દ્વારા પૂર્ણશ મોદીની પક્કડ ન રહેતાં આખરે આ ખાતું જગદીશ પંચાલને સોપી દેવામાં આવ્યું, ત્યારે સીનીયર મંત્રી એવા રાજેન્દ્ર ત્રિવેદીને ત્યાં અનેક અરજદારોની ભીડ જાેવા મળતી હતી, અને ગુજરાતમાં સૌપ્રથમ એવા સરકાર મંત્રી આવ્યાકે જેણે કલેક્ટર કચેરી એવું મહેસુલ શાખામાં ચાલતા ભ્રષ્ટ્રાચાર સામે મુહીમ તેજ કરીને આખા તંત્રને હચમચાવી દીધું હતું. અને રાજેન્દ્રનો રોફ અને ખોફ સામે તંત્ર ભ્રષ્ટ્રાચારમાં ઓફ થઇ જતું હતું.ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી સરકાર ખાતું પરત લેતાં અનેક ખેડૂતોને ચીંતા પેઠી છે,સરકાર ખાતાના મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ અનેક ગરીબ ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો. ત્યારે ભૂમાફીયાઓ પણ અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. તેમના સહકાર ખાતામાં અનેક ખેડૂત લક્ષ્મી અને જમીનોમાં જે અંગ્રેજાે વખતના કાયદા, ઠરાવો, પરીપત્રો હતા, તેમાં સૌથી વધારે સરળતા આ મંત્રીના શાસનમાં થઇ હતી, તે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે, ભૂમાફિયાઓને ગબામાં ધાબીને લખોટી રમનારા આ મંત્રી પાસે અનેક ખેડૂતો પોતાની જમીન ઘસાઇ ગઇ હોઇ જેથી આમંત્રી પાસે ખૂબજ મોટી આશા સાથે રજુઆત કરવા આવતા હતા, ત્યારે તંત્ર સામે પાવરફુલ પક્કડ ધરાવતા રાજેન્દ્ર ઉર્ફો રાજુ બનગયા જેન્ટલમેન આજે પણ ખેડૂતો માટે મસીહા અને જેન્ટલમેન જ છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીનું ખાતું પરત લઇ લેતાં ખેડૂતોમાં પોતાની જમીનના પ્રશ્નોને લઇને ફરી ચીંતા પેઠી છે, ત્યારે તંત્ર ઉપર પક્કડ રાખનારા આ મંત્રીનું ખાતું જતું રહેતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે,
અનેક જમીન માફીયાઓને ગબામાં ધાબી દેનારા આ મંત્રી ગરીબ ખેડૂતો માટે મસીહા હતા, દેશ આઝાદ થયો ત્યારથી પહેલા આ મંત્રી હતા, જેણો કલેક્ટર કચેરીથી લઇને અનેક તંત્રની શાખાઓમાં રેડ કરીને ભ્રષ્ટ્રાચારીઓને સીધા ડોરકર્યા હતા.
ભાજપનો ગ્રાફ જે ઉંચો આવ્યો તે આ મંત્રીને આભારી છે, કારણ કે ગુજરાતમાં અનેક ખેડૂતોની જમીનો ઘસાઇ ગયાના અનેક બનાવો તથા FIR થયેલી છે, ત્યારે ભૂમાફીયાઓ જે બેફામ હતા, તેમને લગામ લગાવનારા અને ગળે ઘંટનો કાયદો બાંધનારા રાજેન્દ્ર ત્રિવેદી ખોફથી તંત્ર પોતે ઓફ થઇ ગયું હતું, ત્યારે હવે આ ખાતું મંત્રી પાસેથી પરત લેતાં અનેક ખેડૂતોમાં પોતાના ન્યાય માટે આશા હતી, તે હવે ચીંતામાં પ્રવેશાઇ છે, બાકી આ મંત્રી ખેડૂતો માટે જેન્ટલમેન તરીકેનું બિરુદ મળેલ છે.