પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચૂંટણી પહેલા નવી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ની જાહેરાત કરશે

Spread the love

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે કમ બેક લેટ ?

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઈને સૌથી મોટા સમાચાર છે કે ચૂંટણી પહેલા ફરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય થઈ નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવશે.શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. શંકરસિંહ બાપુએ 3 સપ્તાહ અગાઉ પોતાના સમર્થકો સાથે પોતાના ઘરે તેમના ટેકેદારો સાથેની એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શંકરસિંહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગીરી કરવી તે મામલે ચર્ચા કરી હતી.શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા, પરંતુ તેઓએ જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાનું વચન આપે તો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી તેમને શરત મૂકી હતી.

તો બાપુ શું હવે ગુજરાતમાં દારૂબંધી હટાવવાના પ્લાન સાથે મેદાનમાં ઉતરશે ? અગાઉ કાઁગ્રેસના મિત્રો સાથે ની ચર્ચા થયા બાદ સફળતા ન મળતાં બાપુ હવે નવી પાર્ટી ની રચના કરી આગમી વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં નવા પક્ષ સાથે ઝંપલાવશે.થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે.મહત્વનું છે કે, 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી. ત્યારે હવે એકવાર ફરી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે.મળતી માહિતી પ્રમાણે બાપુએ ફરીથી એક નવી પાર્ટી સાથે રાજકારણમાં આવવા માટેના સંકેત આપ્યા છે.તો હવે બાપુ નવી પાર્ટી બનાવી ચૂંટણીમાં તેમના ઉમેદવારો ઊભા રાખે તો આવનારી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં કૉંગ્રેસ, ભાજપ , આમ આદમી પાર્ટી , અને ચોથી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે તો વોટ તૂટશે એટલે કંઇ પાર્ટીઓને ફાયદો થશે તે જોવાનું રહેશે. પણ ચૂંટણી ને ગણીને હવે ત્રણ કે ચાર મહિના બાકી છે ત્યારે બાપુએ નવી પાર્ટી બનાવવાની જાહેરાતમાં મોડું કર્યું હોય એવું લાગી રહ્યું છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com