ગુજરાતમાં ચૂંટણીઓનો હવે બે મહિનાનો સમય બાકી છે, ત્યારે રાજકારણીઓ પોતપોતાના સોગઠા ગોઠવવા આતુર બન્યા છે ,ત્યારે લીલી પેનથી સહી કરવા આતુર એવા અલ્પેશજી ઠાકોરનો રાધનપુર ખાતે સ્થાનિક કક્ષાએ વિરોધ થતા પોતે હવે GJ-18 ખાતેની દક્ષિણ સીટ પર નજર દોડાવી છે અને દક્ષિણની સીટ લડવા પોતે ભારે આતુર બન્યા છે, ત્યારે અહીંયા સ્થાનિક કાર્યકરો ,હોદ્દેદારોમાં વિરોધ થઈ રહ્યો છે ,અલ્પેશજી ઠાકોર દ્વારા ઠાકોર સમાજ માટે જે સંઘર્ષ હોય તેમાં જે તે વખતે કોંગ્રેસમાં ટિકિટ નો ક્વોટો અમુક તેમના પાસે હતો, ત્યારે તેમની સાથે જાેડાયેલા ગોવિંદજી ઠાકોરને ટિકિટ અપાવી હતી અને કોંગ્રેસના વર્ષોથી તે વિસ્તારમાં મહેનત કરતા હિમાંશુ પટેલની ટિકિટ ક્વોટામાં કપાઈ ગઈ હતી. ત્યારબાદ ગોવિંદજી ઠાકોર પોતે ચૂંટણી હારી ગયા હતા અને શંભુજી ઠાકોર ચૂંટણી ભાજપમાંથી જીત્યા હતા. ત્યારબાદ અલ્પેશજી ઠાકોર અને ધવલસિંહ ઝાલા પોતે ભાજપમાં જાેડાઈને ભાજપના લેબલ પર ચૂંટણી લડતાં બંને ભાજપ માંથી હારી ગયા હતા ,ત્યારે હવે શંભુજી ઠાકોર ત્રણ ટર્મથી પોતે ચૂંટાઈ આવે છે અને ઉંમર તથા નો રિપિટ થિયરીમાં પણ શંભુજી ઠાકોર ને આ વખતે ટિકિટ મળે તેવી શક્યતા નહીંવત છે, ત્યારે સેઇફ શીટ હોય તેમ હવે અલ્પેશજી ઠાકોર GJ-18 ની દક્ષિણ સીટ ઉપર ઘોડો દોડાવવા રોજબરોજ આ વિસ્તારમાં આટા ફેરા વધારી દીધા છે.ભાજપ દ્વારા અને પ્રદેશ કક્ષાએ આ સીટ જાેવા જઈએ તો સેઇફ છે, ત્યારે સ્થાનિક આગેવાનોનો પણ વિરોધ જાેવા મળી રહ્યો છે ,જેથી ભાજપ પ્રદેશ કક્ષાએ એવી વિચારણા તથા સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કલોલ ની સીટ ઉપરથી અલ્પેશજીને લડાવે તો નવાઈ નહીં, બાકી અલ્પેશ ઠાકોર દ્વારા દક્ષિણ સીટમાં લડવા પોતે વધુ આતુર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે GJ-18 ની પાંચ સીટો છે, તેમાં રોહિતજી ઠાકોર ચૂંટણી વિધાનસભાની આવે એટલે છ મહિના પહેલા દહેગામ ખાતે ગોઠવાઈ જાય, ત્યારે ભાજપમાંથી દેહગામની ટિકિટ લેવા રોહિતજી ભારે દોડાદોડી કરી રહ્યા છે અને GJ-18 ની ૫ સીટ પૈકી જાે કલોલ ,માણસા ખાતે પટેલને ટિકિટ આપવામાં આવશે તો GJ-18 ઉત્તર દક્ષિણની સીટ પર પાટીદાર પટેલને ટિકિટ નહીં મળે ,ત્યારે માણસા ખાતે ભાજપમાં અમિત ચૌધરી, જેએસ પટેલ ,ડીડી પટેલ પોતે ચૂંટણી લડવા આતુર છે, ત્યારે હાલ ટિકિટમાં પણ કશ્મકસ છે , ગત ચૂંટણીમાં માણસા ખાતેની અમિત ચૌધરી ચૂંટણી ભાજપમાંથી લડ્યા હતા ત્યારે નજીવા મતે તેમની હાર કોંગ્રેસના સુરેશ પટેલ સામે થઈ હતી ત્યારે તે વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા એટલે ટિકિટનું કન્ફર્મેશન હતું. હવે પ્રદેશ કક્ષાએ નક્કી થવાનું છે ,ત્યારે માણસા ભાજપમાં જાે પટેલ અને કલોલ ખાતે પટેલ (પાટીદાર) ને ટિકિટ આપવામાં આવે તો ઉત્તર, દક્ષિણ ની સીટ પર પટેલ ઉમેદવાર નહીં આવે, ત્યારે કલોલ ની સીટ ઉપર બળદેવજી સામે અલ્પેશજી તેમ મોટા માથા સામે માથું ટકરાવવા પ્રદેશ કક્ષાએ ચર્ચા ચાલી હોવાનું પણ જાણવા મળ્યું છે.