ACBની જાળમાં નાના માછલા ઝપાટે, મોટા મગરમચ્છો ગપાટે જેવો ઘાટ, ઢોર પકડ પાર્ટીનું સેટિંગ ડોટ કોમ

Spread the love


ગાંધીનગર – પાટનગરમાં રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો પીડાય છે. મોટી સંખ્યામાં ફરિયાદો થતી હોવા છતાં આ ન્યુસન્સ અટકતું નહીં હોવાનું સત્ય કોર્પોરેશનના બે કર્મીઓ લાંચના છટકામાં ઝડપાતા ઉજાગર થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવતા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની ખાદી પરિષદ ગ્રામ ઉદ્યોગ સંસ્થાને ઢોર પકડવાનો કોન્ટ્રાક આપવામાં આવેલ. શહેરમાં રખડતા ઢોરમાંથી મુક્તિ આપવામાં આ સંસ્થાને જવાબદારી સોંપવામાં આવેલ છે. ગાંધીનગર મહાનગરપાલિકા વર્ષ દહાડે લાખો રૂપિયાનું આંધણ કરી કરી રહી છે. તે આ સંસ્થાના કર્મચારીઓ પશુપાલકો પાસે થી તેમના ઢોર નહીં પકડવા તેમજ જ્યારે ઢોર પકડ પાર્ટી રાઉન્ડમાં નીકળે એટલે કે ઢોર પકડવા નીકળે ત્યારે તેમને અગાઉથી ફોન કરી દેવાની બાહેધરી આપવામાં આવે તેના બદલામાં પાંચ પશુપાલક પાસેથી રૂપિયા ૧૫ હજારની લાલચની માંગણી કરી હતી.જે લાંચ પેટે ની રકમ લેતા બંને કર્મચારીઓને એ. સી. બી. એ અક્ષરધામ પાસે છટકુ ગોઠવીને ઝડપી લીધા હતા. જેના કારણે ઢોર પકડવાની લીપા પોતી વાળી કામગીરી થતું હોવાનું ઉજાગર થવા પામેલ છે. ઢોર પકડવાની કામગીરી થતી હોવા છતાં રસ્તા પર એટલી જ સંખ્યામાં રખડતા ઢોરો જાેવા મળે છે. ઓન રેકોર્ડ નગરપાલિકા વિસ્તારમાં બે શિફ્ટમાં કામગીરી થઈ રહી હોવાનું જાહેર કરાય છે. છત્તા રાતના સમયે વધુ સંખ્યામાં ઢોરો રસ્તા ઉપર જાેવા મળી રહ્યા છે. જેથી ઉપરોક્ત ઝડપાયેલ કર્મચારીઓ કેટલા નિષ્ઠાવાન છે. તેનો પર્દાફાશ થયો છે. ઢોર પકડ પાર્ટી દ્વારા સેટીંગ કરવામાં આવી હોવાનું હાલના તબક્કે જણાયું છે.નોંધનીય છે કે ઝડપાયેલા કર્મચારીઓમાં મનોજ ઉર્ફે બબલુ સનાજી ઠાકોર તથા ડ્રાઇવર બંટી જયંતિ વાઘેલાનો સમાવેશ થાય છે. આ બંને કર્મચારીઓએ પશુપાલકો પાસે ત્રણ હજાર લેખે ૧૫,૦૦૦ ની લાંચણી માગણી કરી હતી. જાેકે પશુપાલકોને લાંચ ની રકમ દંડ કરતા વધુની લાગવાથી કે પૈસા આપવાની ઈચ્છા નહીં હોવાથી તેઓએ એ. સી. બી. નો સંપર્ક સાધ્યો હતો. એ.સી.બી એ તેઓની વિરુદ્ધમાં પશુપાલકો સાથેની હેતુલક્ષી વાતચીતના પુરાવા એકત્રીના કરીને નક્કર કાર્યવાહી કરી હતી. જેમાં એવું પણ ખુલ્યું હતું કે માત્ર ઢોળ જ પકડવા નહીં સાથોસાથ જ્યારે ઢોર પક્કડ પાર્ટી રાઉન્ડમાં ઢોર પકડવા નીકળે ત્યારે હપ્તા ઉઘરાવનાર ચા નાસ્તો પણ કરાવે છે.તેમની વધુ એક મોડસ ઓપરેન્ડીમાં જે યુવાનો બાઇક લઇ ઢોર પાર્ટી સાથે ચાલતા હોય છે તેઓ હપ્તા વાળા ના પશુઓ આવે એટલે ઈશારા કરી દેતા હોય છે. જેથી તે પશુને પકડવા માં આવતું નથી. આમ ઢોર નહીં પકડવા મુદ્દે મ્યુ.તંત્રના કર્મી તેમજ ઢોર પાર્ટીને ઢોર પકડવા કરતાં પોતાના ખિસ્સા ભરવામાં વધુ પડતો રસ હોઇ શહેરમાં કાયમ ઢોરની સમસ્યા ચાલતી જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com