5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીનો અમદાવાદમાં સંવાદ કાર્યક્રમ : ગુજરાત કોંગ્રેસે 3 મોટા કાર્યક્રમની જાહેરાત કરી
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયાર શરૂ કરી દીધી છે. દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. ગુજરાત કોંગ્રેસની યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ગુજરાત કૉંગ્રેસ નાં પ્રભારી રઘુ શર્મા અને કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી માટે ત્રણ મોટા કાર્યક્રમની જાહેરાત કરી હતી. અને કહ્યું કેદિલ્હીના રામલીલા મેદાનમાં 4 સપ્ટેમ્બરે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર દેશમાં કૉંગ્રેસજનો દિલ્હીના રામલીલા મેદાન ખાતે એકઠા થશે.5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીનો અમદાવાદમાં ગુજરાત પરિવર્તન સંકલ્પ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાશે.જેમાં કાર્યકરો,આગેવાનો,જિલ્લા તથા પ્રદેશ પદાધિકારીઓ હાજર રહેશે. સ્ક્રીનીંગ કમિટી ,ઈલેકશન કમિટી , કાર્યકારી અધ્યક્ષો, અને નિરીક્ષકો સાથે પાંચમી સપ્ટેમ્બરે સાંજે ૬ વાગે પ્રથમ યાદી ઉમેદવારોની પંદરમી સપ્ટેમ્બર પહેલા જાહેર કરવા માટે રાહુલ ગાંધી સાથે મિટિંગ કરશે.ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે 15 સપ્ટેમ્બર પહેલા પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરશે જેની ચર્ચા રાહુલ ગાંધી આવશે ત્યારે થશે. બેરોજગારી, મોંઘવારી, ડ્રગ્સ, નશીલી દારૂ , લથડેલી કાયદો વ્યવસ્થા,બ્રષ્ટાચારને લઇને સરકારની આંખો ખોલવા માટે ગુજરાત કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે સવારે 8થી 12 વાગ્યા સુધી સાંકેતિક ગુજરાત બંધની જાહેરાત કરી છે.આ સાંકેતિક બંધ એલાન અંગે ગુજરાત ના વેપારીઓ,નાના રોજગાર કરતા લોકોને મોંઘવારીનો માર છે ત્યારે રજુઆત કરીશું . LPG ૧૫૬ ટકા,પેટ્રોલ ૪૦ ટકા,ડીઝલ ૭૫ ટકા ,તેલ ૧૨૨ ટકા , લોટ ૮૧ ટકા, દૂધ ૭૧ ટકા , વીજળી ૭૦ ટકાનાં વધારા સાથે મોંઘુ છે.જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પર ૫ ટકા gst આવ્યા બાદ મોંઘવારીનો માર લોકો પર પડ્યો છે .
24થી 26 સપ્ટેમ્બર સુધી ચલો ઘરે ઘરે જવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવશે.મારું બુથ મારું ગૌરવ એમ ૫૨૦૦૦ બુથોનો પ્રવાસ પૂરો કરીશું . ગુજરાતમાં 1500 આગેવાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. 27 ઓગસ્ટે તમામ તાલુકા મથકે બેરોજગારી અને મોંઘવારીને લઇને ગુજરાત કોંગ્રેસ દેખાવ કરશે.