જે કામ નાયબ મામલતદાર અને તાલુકા મામલતદાર દ્વારા થતું હતું તે હવે મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ પ્રસિદ્ધિ લેવા અને ખેડૂતો માટે ચિંતા કરતા હોય તેવો દેખાવો માટે કરી રહ્યા છે. ખરેખર તો મુખ્ય પ્રધાનનો સમય કિંમતી હોય છે, અને વહીવટમાં પૂરતો સમય આપી શકે પણ ગુજરાતના મુખ્યપ્રધાન સારો વહીવટ કરવાના બદલે જાહેરાતો અને ઉત્સવો પાછળ પ્રજાના પરસેવાની કરોડો રૂપિયા ખર્ચ કરીને રાજ્ય અને આર્થિક ખાડામાં ઉતારી ને પ્રસિદ્ધિ માટે મામલતદાર કે અને કલ જે કામ કરવાના હોય છે. તે કામ મુખ્યપ્રધાન કરી રહ્યા છે ત્યારે ખેડૂત સહાય સમારંભો પાછળ આશરે ૫૦૦ લાખ જેટલો જંગી ખર્ચ કરવામાં આવે તે કેટલે અંજે વ્યાજબી તેવો પ્રશ્ન કરતા ગુજરાત કોંગ્રેસના નેતા ડો મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની વહીવટી વિચિત્રતા એવી છે કે, મામલતદાર તલાટી રામ સેવક મહેસુલ કામને બર્થ ડે ભીડ એકત્ર કરવામાં આવ્યા હોય કલેક્ટરશ્રી જિલ્લાના વહીવટી તંત્રને દોડતું કરવાના કામને બદલે ઇવેન્ટ મેનેજમેન્ટ માં વ્યસ્ત હોય શિક્ષકો બાળકોને શિક્ષણ આપવાને બદલે શૌચાલયો અને તેને ભગાડવા જેવી જવાબદારીમાં વ્યસ્ત રહે. જિલ્લા પોલીસ વડા અને પોલીસ તંત્ર દારૂ જુગારના અડ્ડા અને અસામાજિક તત્વો ઉપર બોલાવવાની જવાબદારીને બદલે રાજકીય સંમેલનમાં ગોઠવણમાં સતત વ્યસ્ત રહે, અને બીજી બાજુ જે કામ વહીવટીતંત્રની જવાબદારી માં આવે તે કા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો વાહ વાહી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાના ખર્ચ સમારંભોમાં મસ્ત રહે. આજે ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાત આજે ખેડૂત સહાય વિતરણ કાર્યક્રમ ખેડૂતોને સહાય આપવાના નામે વધુ એક ઉત્સવ હતો 2019 ના ચોમાસામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. માવઠાના પગલે મગફળી ડાંગર દિવેલ કપાસ કઠોળ અને બાગાયતી ખેતી નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન પેટેસહાય વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ 25 ડિસેમ્બર ૨૦૧૯ થી દરેક ખેડૂતોને આ રકમ ચૂકવાશે તેથી રાજ્યના ૫૮ લાખ ખેડૂતો ગણતરી કરતા દરેકના ખાતામાં સરેરાશ રૂ 6543 જમા થશે. પણ મોટાભાગના ખેડૂતોને ભારે નુકસાન થયું છે એટલે કે જે ખેડૂતને રૂપિયા ૧૦ લાખનું નુકસાન થયું હોય તેના વીમા કંપની આપશે કે કેમ તે નક્કી થયું નથી જેના વીમા કંપનીએ સૂકવવા જોઈએ તે અંગે સરકાર સંપૂર્ણ વીમા કંપની નો બચાવ કરી હોય તેમ જણાય છે જે ખેડૂતો પાસેથી 100 રૂપિયા લઈને પરત 50 રૂપિયા કરવામાં આવી રહ્યા છે તેનો મતલબ કે ખેડૂત ના પૈસા જ ખેડૂતોને અડધા આપવામાં આવે એટલે કે વીમા કંપનીઓને કરોડો રૂપિયા લૂંટવાના પરવાના આપી દીધા છે. સમગ્ર રાજ્યમાં મુખ્ય પાકો ડાંગર બાજરી જુવાર મકાઇ અન્ય દાન તુવેર મગ અડદ અન્ય કઠોળ મગફળી તલ દિવેલા અન્ય તેલીબીયા કપાસ તમાકુ ગવાર શાકભાજી ઘાસચારો વગેરેનું અંદાજે 85,87,826 હેકટર જમીનમાં વાવેતર થયેલ આ તમામ પાકોનું વાવેતર મોટાભાગે નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોના પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને વાવેતર પાછળ થયેલ ખાતર બિયારણ દવા લાઈટ પાણી મજૂરી વગેરેમાં અંદાજિત રૂ 25 હજાર કરોડ કરતાં વધારે નુકસાન થયા પામેલ છે. (પ્રતિ વિધા સરેરાશ રૂપિયા પાંચ હજાર ખર્ચ થાય એટલે પ્રતિ હેક્ટર રૂ. 30 હજાર ખર્ચ થાય આમ હેક્ટર દીઠ રૂ. 30 હજારનો ખર્ચ કરતા 85,87,826 હેકટરમાં રૂ ૨૫ હજાર કરોડ કરતા વધારે નુકસાન થવા પામેલ છે.) વીમા કંપનીઓ સાથે સાંઠગાંઠમાં સરકારી તંત્ર અતિભારે વરસાદના સાચા આંકડાઓ છુપાવી રહી છે, અને ભારેથી અતિભારે વરસાદ હોય ત્યાં ઓછો વરસાદ બતાવે, જેથી વીમા કંપનીઓએ દાવા ચૂકવવા ન પડે. સરકારે વીમા કંપનીઓની વકીલાત કરવાને બદલે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ સરકાર દ્વારા ખેડૂતોના હામી હોવાની માત્રને માત્ર વાતો જ થાય છે. પરંતુ ખેડૂતોને થતા નુકસાન અંગે ખેડૂતો નાહિંમત યોગ્ય નિર્ણય લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વીમા કંપનીઓ ખેડૂતો પાસેથી 100 ટકા પ્રીમિયમ વસૂલી કરોડો રૂપિયાનો નફો કમાય છે. જ્યારે રાજ્યના ખેડૂતો કરોડો રૂપિયાનો આર્થિક નુકસાન સહન કરે છે. રાજ્ય સરકારે કૃષિ અને સહકાર વિભાગ માં ખેડૂત કલ્યાણ શબ્દનો ઉમેરો કર્યો છે. પણ હકીકતમાં ખેડૂતોને ભારે નુકસાન અને ખાનગી વીમા કંપનીઓ અને વચેટિયાઓ નું મોટા પાયે કલ્યાણ થઈ રહ્યું છે.