GJ-18ની ૫ લાખની વસ્તીમાં ૨૫૫ વાંચક, ચોપડી બદલાવવા માંડ ૧૦,
મનપાનો ધોળોહાથી, ખર્ચનો ડુંગર, લાઇબ્રેરી લુપ્ત થવાના આરે, વાંચકો ઘટ્યા,
મેયર,ડે.મેયર , ચેરમેન શ્રી હવે ઈ- લાઇબ્રેરી તરફ પ્રયાણ કરો, વર્ષોથી ચાલતા આ સાંધાઓ જે તૂટી રહ્યા છે, એને સાધો અથવા નવી દિશા આપો, ટેબલેટ, કોમ્પ્યુટર જેવી સુવિધાઓથી સજ્જ બનાવો,
ગાંધીનગર
GJ-18 મનપા દ્વારા મોબાઈલવાનમાં લાઇબ્રેરી ૨૦૧૫-૧૬થી કાર્યરત છે, ત્યારે પાંચ લાખની વસ્તીમાં ફક્ત નોંધાયેલા હાલ ૨૫૫ વાચકો છે, ત્યારે નોંધાયેલા બાદ કોઈ બુક લેવા નથી આવતું તેમાં ૨૪૫, અને હવે જે બુક લેવા આવે છે, તેમાં ૧૦ જેટલા સિનિયર સિટિઝન અને બે જેટલા યુવાન છે, ત્યારે વાંચશે ગુજરાત, હવે વાંચશે ગુજરાત લુપ્ત થવાના આરે છે,
પ્રાપ્ત વિગતો અનુસાર સાંસદની ગ્રાન્ટ માંથી મોબાઈલ વાણી લાઇબ્રેરી માટે ફાળવવામાં આવી છે, ત્યારે હવે આ લાઇબ્રેરી વાન ધોળોહાથી અને ખર્ચનો ડુંગર સાબિત થઈ રહી છે, ત્યારે GJ-18 મનપાનો વિસ્તાર ભલે વધ્યો, પણ વાંચકોની સંખ્યામાં તોતિંગ ઘટાડો જાેવા મળ્યો છે, ત્યારે સરકાર દ્વારા સૂત્ર હતું કે , જીતશે ગુજરાત, વાંચશે ગુજરાત તે હવે સાર્થક નથી થઈ રહ્યું, અને મોટી વાત ૨૦૧૬ પછી કોઈ જ નવા પુસ્તકો ખરીદવામાં નથી આવ્યા, જેથી આ લાઇબ્રેરીનું આવનારા દિવસોમાં બાળ મરણ થાય તો નવાઈ નહીં, અને કોઈ નગરસેવકો દ્વારા લાઇબ્રેરીમાં નવા પુસ્તકો આવે અથવા ખરીદવા માટે કોઈએ પણ ગ્રાન્ટ ફાળવી નથી, બસ ફક્ત બાંકડા, ખુરશી, પંખા, સિવાય કશું કર્યું નથી, જે GJ-18 એક અભ્યાસુ અને વાંચન પ્રક્રિયામાં ધબકતું હતું, તે હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે, ત્યારે આજના મોબાઇલ, કોમ્પ્યુટર યુગમાં ઘણું જ લુપ્ત થયું છે ત્યારે નવો કોન્ટેક્ટ ડિજિટલ ઇન્ડિયામાં લાવવો જાેઈએ…
મોબાઈલ વાન માં ૨૦૧૬ની સાલમાં જે ખરીદવામાં આવેલ તે પુસ્તકો હયાત છે, અને ૨૦૧૬ પછી કોઈ નવા પુસ્તકો ખરીદવામાં આવ્યા નથી, આવનારા દિવસોમાં આ ચાલતી ફરતી લાઇબ્રેરીનું બેસણું રાખવું પડે તો નવાઈ નહીં,
મનપાના સત્તાધીશો, તથા નગરસેવકો દ્વારા નવા પુસ્તક ખરીદવા માટે ફદીયુ પણ વાપર્યું નથી, બસ આ ધોળા હાથીની રોજ ખર્ચના ખાડામાં ડીઝલ, પગાર, મેન્ટેનન્સમાં ચલાવે જાય છે, ત્યારે લુપ્ત થતી આ લાઇબ્રેરીને બચાવો તેવી બૂમ પડી રહી છે.