રખડતા ઢોર પકડતા કર્મચારીઓની કામગીરીમાં અડચણ કરતા દંપતી સામે ફરિયાદ

Spread the love


ગાંધીનગર શહેરના ખ-૩ પાસે રખડતી પકડેલી ગાયને ઢોર પકડતી પાર્ટી પર હુમલો કરી ગાયને છોડાવી જનાર દંપતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અથાયેલ આદેશના અનુસંધાને ગાંધીનગર ઢોર પકડ પાર્ટી પણ હવે રખડતા પશુઓ પકડવા માટે દોડધામ કરી રહી છે શહેરના અલગ અલગ સ્થળોએથી રખડતા પશુઓને પકડી લેવા ઢોર પકડ પાર્ટીની ટીમોની તંત્ર દ્વારા દોડતી કરવામાં આવેલ છે.
આ મામલે ગાંધીનગર મહાનગરપાલિકામાં ઢોર રંજાડ અંકુશ વિભાગમાં પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ પટેલ દ્વારા સેક્ટર -૧૩ ના છાપરામાં રહેતા વાલીબેન રઘુભાઈ ભરવાડ અને રઘુભાઈ દેવાભાઈ ભરવાડ સામે ફરજ માં રૂકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
આ ઘટનાના અનુસંધાને ગઈકાલે કોર્પોરેશનની ટીમની ખ-૩ સર્કલ પાસેથી એક રખડતી ગાય મળી આવી હતી આ ગાયને દોરડા વડે બાંધીને ઈલેક્ટ્રીકના પુલ સાથે બાંધી પાંજરે પુરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે એક મહિલા અને એક પુરુષ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ સાથે ઝઘડો કરી ત્યાં હાજર એસ.આર.પી. જવાનું સાથે પણ શાબ્દિક ગ્રહ બોલાચાલી કરી હતી અને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને પોતાની ગાય નહીં લઈ જવા દેવા માટે ધમકી આપી હતી તેમજ આ દરમિયાન ઉશ્કેરાઈ જઈને મહિલા વાલી બેને દાંતરડાથી રસો કાપીને ગાયને છોડાવી દીધી હતી જેથી તે સમયે છૂટેલી ગાય ભયજનક રીતે રોડ ઉપર દોડી હતી ભડકેલી ગાયને કારણે રોડ પરથી જતા આવતા લોકોને અડફેટે લે તેવો સીનેરીયો ઉદભવ્યો હતો જાે કે આ ગાયની હડફેટે કોઈ રાહદારી કે વાહન ચાલક આવ્યો ન હતો.જેના કારણે કોઈ અનિચીય ઘટના બની ન હતી જાે કે આ મામલે ઉપરોક્ત મહાનગરપાલિકાના ઉપરોક્ત અધિકારીએ સેક્ટર-૭ પોલીસ મથકમાં સેક્ટર ૧૩ ના છાપરામાં રહેતા વાલીબેન રઘુભાઈ ભરવાડ અને રઘુભાઈ દેવાભાઈ ભરવાડ સામે ફરજમાં રૂકાવટ નો ગુનો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
નોંધનીય છે કે અગાઉ પણ કોર્પોરેશનની આ ઢોર -રંજાડ અંકુશ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પર અગાઉ પણ હુમલાની ઘટનાઓ ઘટી છે તેમ જ તેઓ પર ટોળાઓ દ્વારા માર મારવાનું ઘટનાઓ પણ અવારનવાર બનતી હોવાથી કોર્પોરેશન તંત્ર દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવશે.

શહેરીજનોની ફરિયાદો કરવામાં આવતા ઢોર-રંજાડ અંકુશ વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ ની કામગીરીમાં અડચણ કરવા માટે કેટલાક ચોક્કસ લોકો ગાડીની આગળ પાછળ ની બાઇક ચાલકોનું ટોળું થઈ જાય છે અને પકડેલા ઢોરોને બગાડી જવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી આવા લોકો પર પણ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com