માણસા ખાતે નગરપાલિકા ટેક્સો ઉઘરાવવામાં મસ્ત રહે છે, વિકાસના કામોના નામે મીંડું,
રોડ, રસ્તા પર ગંદકી, સાફ-સફાઈ, અને ઢોરોના ત્રાસથી રોડ રસ્તા પર વાહન ચાલકો પણ મુસ્કેલ બન્યા, ગમે ત્યાં દબાણ કારોથી પ્રજા, વાહન ચાલકો પરેશાન,
GJ-18 તાલુકાનું માણસા એટલે આપણા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની પીચ ગણાય, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી લાખો નહીં પણ કરોડો રૂપિયા વિકાસના કામોમાં આપે છે, પણ પાલિકા દ્વારા જૂનું ગામડું હોય તેવું જ માણસા રાખવા માંગે છે, ત્યારે શું ડેવલપમેન્ટ થયું ? અને જે ડેવલપમેન્ટ થયું તેમાં મોટાભાગના પ્રોજેક્ટો ફેઇલ ગયા છે, ત્યારે માણસાની પ્રજાને હવે ગંદકી, સાફ-સફાઈ, ઢોરોનો રોડ-રસ્તા પર ત્રાસથી હવે તંત્ર ક્યારે બચાવશે, બસ ફક્ત ટેક્સની ઉઘરાણી કરવામાં વ્યસ્ત રહેતું તંત્ર અને પછી ભલે પ્રજાત્રસ્ત રહે, ત્યારે માણસા તાલુકાના ટાઉન પોલીસ ચોકીના મેદાન બજાર અને માણસા ના રીંગરોડ તરીકે ઓળખાતો એવા બજારથી સજ્જન નગર માર્ગમાં ટ્રાફિક સમસ્યા ભારે વક્રી છે ૧૦૮ ની એમ્બ્યુલન્સ પણ લઈ જવી હોય તો સમસ્યા પડી રહે છે, ત્યારે હમણાં જ ૧૦૮ ફસાઈ ગઈ હતી,
વધુમાં માણસાના ધોરીમાર્ગ એવો માણસા વિજાપુર હાઇવે ઉપર ગાયો નો અડિંગો… પબ્લિક ને ચાલવા ના ફુથપાઠ પર નાસ્તા ની લારીઓ અને શાકભાજી ના ફેરિયા ઓ ની જમાવટ.. નગર પાલિકા નો કોઈજ ડર નહિ.. વાહનો રોડ ની સાઇડે ઉતારી ચલાવવા મજબુર.. કોણે ક્યારે મોટી જાન હાની થાય? સ્કૂલ કોલેજ અને અમલદાર ની કચેરી જવાનો પણ મેઈન માર્ગ… જયારે કેન્દ્રીય મંત્રી કે રાજકીય નેતા માણસા માં પ્રવેશવા ના હોય ત્યારે ફૂટાપાઠ નું દબાણ પણ હટાવી દેવા માં આવેછે.. અને જયારે પબ્લિક ની સુરક્ષા નો સમય આવેછે ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવા માં આવેછે.. કોઈ મોટી જાન હાની કે બનાવ બને તોજ તંત્ર દ્વારા કાર્ય વહી કરવા માં આવેછે.. અધિકારી મસ્ત પ્રજા હાલાકી નો ભોગ બની રહી છે.. શું કોઈ મોટો નેતા જે સરકાર માં હોદ્દો અને કદ ધરાવતો હોય તેના આવવાના સમયે જ ચુસ્ત પોલીસ બન્દોબસ્ત. ફૂટ પાઠ પર નું દબાણ હટાવી દેવા માં આવે.. શું તાલુકા તંત્ર અને અધિકારી પબ્લિક ના પ્રશ્નો ના સોલ્યુસન માટે નથી.. શું તંત્ર દ્વારા આવીજ કામગીરી કરવા માં આવે છે.. પોતાની મન મરજી પ્રમાણે પોતાને ફાવે તેમ ફુઠ પાઠ ઉપર પોતાનો અડિંગો જમાવી બેઠા છે..? શું આ માં કોની રહેમ નજર છે? કેમ કોઈ જાતની કાર્ય વહી કરવા માં આવતી નથી.તે પણ લોક ચર્ચા નો વિષય બની ગયો છે? માણસા ના સરકારી તંત્ર માં આવતા નગર સેવા સદન ના અધિકારી. તેમજ પોલીસ અધિકારી દ્વારા કોઈ કામગીરી કરવા માં આવછે કે કેમ? કે પછી પરિસ્થિતિ ઠેર ના ઠેર જ રહેછે.. તે તો વિચાર વુજ રહ્યું.. આ ઉપરાંત માણસા ના એક અન્ય એરિયા કે જ્યાં જૂનું બજાર અને હાઈસ્કૂલ જવાનો તેમજ જનરલ હોસ્પિટલ માણસા જવાનો મેઈન માર્ગ છે ત્યાં પણ ચાર રસ્તા પડે છે. ત્યાં જાહેર રસ્તા પરજ ગાયો નો અડિંગો જાેવા મળે છે.. ત્યાં પણ મોટી જાન હાની થાય તેવી શંકા સેવાઈ રહી છે.. ત્યાં પણ લોક ચર્ચા થઇ રહી છે આનો અંત ક્યારે આવેછે. કોઈ નિરાકરણ આવેછે કે કેમ?