GJ-18 એટલું ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે તમામ આદેશો, પરિપત્રો, કરોડો અબજાે રૂપિયાની ગ્રાન્ટો, આ તમામ અહીંયા થી આદેશો થાય, ત્યારે ય્ત્ન-૧૮ મનપાને કરોડો નહીં અબજાે રૂપિયા ની ગ્રાન્ટો મળવા છતાં રોડ, રસ્તાની કફોડી હાલત છે, ત્યારે કોમર્શિયલ જેવા વિસ્તારો હોવા છતાં અને જે વેપારીઓ કરોડોનો ટેક્સ ભરવા છતાં આ રોડ રસ્તાની હાલત એવી કફોડી થઈ ગઈ છે ,કે વાહનો ચલાવવા ક્યાં ? શું ઊંટગાડા, બળદગાડા કે બકરા ગાડી લાવી દઈએ તેઓ પ્રશ્ન વેપારીઓ ત્રસ્ત થઈને કહી રહ્યા છે. ત્યારે સેક્ટર -૧૧ એટલે GJ-18 નું હાર્દસમું સવારથી રાત સુધી ધબકતું અર્થતંત્ર કહેવાય, અને રોજબરોજ હજારો વાહનો અહીંયાથી પસાર થાય, હજારો ધંધાર્થીઓ રોજબરોજ આવન જાવન છતાં દર વર્ષે રોડ રસ્તા ક્રેસ થઈ જાય, અને ક્રશ કરવામાં મહીનાઓના મહિના લાગી જાય, ત્યારે વાહનો પણ કંડમ આ રોડ ,રસ્તાના કારણો થઈ જાય છે, ત્યારે હવે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી હોય તેમ લોકો ફોરવીલર ઘરે મૂકીને ટુ-વ્હીલર લઈને નીકળવા મજબૂર બન્યા છે,સેક્ટર-૧૧ ખાતે રોડ, રસ્તા એવા તૂટી ગયા છે ,કે મોટા ગાબડા અને વાહન નીકળે એટલે કમરની ઝટકો ભારે લાગી જાય, ત્યારે ઘ-૪ પેટ્રોલ પંપ પાસેનો ડિસ્કો રોડ અને એટલા ખાડા પડી ગયા છે કે ગાડીઓને પંચરથી લઈને ગાડીને નુકસાન થવાના કિસ્સા પણ સામે આવ્યા છે અને સૌથી વધારે કફોડી સ્થિતિ અને હાલત ગંભીર હોય તે ન્યુ GJ-18 ( કુડાસણ ) ખાતેની છે, સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે તો જાણે ગરબા ગાડીઓ ગાતી હોય અને ડાન્સ વાહન ચાલક અંદર બેસીને કરતો હોય તેવું લાગે છે, કમરના દુખાવો કેવી રીતે કરવો, તો કુડાસણ આટો મારીને આવો, સારો આવો ઝટકો લાગી જશે, ત્યારે કુડાસણ ના રીંગરોડ ઉપર તો ફોર- વ્હીલ ચલાવવું ક્યાં ? તે પ્રશ્ન ઉદભવી રહ્યો છે, ખોદકામ, ત્યારબાદ રોડને તોડી નાખ્યા બાદ ક્યારેય ગાબડા ન પુરાતા વાહન ચાલકોની દશા ૫૦ લાખથી એક કરોડના બંગલામાં, મકાનમાં રહેવા છતાં અને લાખોની ગાડી પણ ઉપયોગમાં લઈ શકતા નથી, ટુ વ્હીલર જઈ શકે, ફોર વ્હીલર વાહન કેવી રીતે ચલાવવું તે યથાર્થ પ્રશ્ન બન્યો છે, ત્યારે નગરસેવકો આશ્વાસન આપી રહ્યા છે, થઈ જશે, પણ ક્યારે ? નગરસેવકોની પણ પીપૂડી વાગતી નથી,
નગર સેવકોને અનેક ફરિયાદો છતાં માત્ર આશ્વાસન થઈ જશે ? મનપાને જણાવી દીધું છે, ત્યારે પૂછપરછ ન કરાતા કામોમાં પણ ગોબાચારી હોય તેમ જેસે થે, પડી રહ્યા છે,
ફોરવ્હીલર ધરાવતા અને ૫૦ લાખથી એક કરોડના મકાનમાં રહેતા રહીશોની હાલત કફોડી, ફોરવ્હીલર ઘરે શોભાના ગાંઠિયા સમાન રાખીને ટુ-વ્હીલર ચલાવવા મજબૂર,
રહીશો દ્વારા ભારે આક્રોશ સાથે જણાવ્યું કે, હવે ઘોડાગાડી, બકરા ગાડી કે બળદ ગાડું લાવી દેવું છે, ત્યારે ૨૧ મી સદીની વાતો ના વડા કરતું તંત્ર, ૨૦ મી સદીમાં જવા મજબૂર કરી રહ્યું છે.