ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરોડો નહીં અબજાે રૂપિયાની ગ્રાન્ટો મહાનગરપાલિકાના વિકાસ માટે આપવામાં આવે છે ત્યારે કોરોનાની મહામારીમાં નગરજનો માટે પૂર્વ મેયર રીટાબેન પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી આઈસીયુ ઓન વ્હીલ ખરીદવામાં આવી હતી અને શહેર માટે આશીર્વાદરૂપ બની હતી ત્યારે ૨૦૨૦-૨૧ ની ગ્રાન્ટમાંથી ખરીદેલી આ એમ્બ્યુલન્સના બેનરમાં રીટાબેન પટેલ ડીલેટ થઈ ગયા અને ૨૦૨૦-૨૧ ની ગ્રાન્ટમાં હિતેશ મકવાણા સિલેક્ટ થઈ ગયા હોય તેમ પૂર્વ મેયરનું નામો નિશાન મિટાવી દીધું હોય તેવો ઘાટ તંત્ર દ્વારા સર્જ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ મેયર રીટાબેન પટેલ દ્વારા ગ્રાન્ટ ફાળવેલ જે આઈસીયુ ઓન વ્હીલ જે નગરજનો માટે કોરોનાના સમયે ખૂબ જ આશીર્વાદરૂપ રહી હતી. ત્યારે આરોગ્ય રથ એવી વાન ૨૦૨૦-૨૧ માં મેયર શ્રી હિતેશ મકવાણા નો ફોટો લગાવેલો છે ત્યારે ૨૦૨૦-૨૧ માં તરીકે રીટા પટેલ હતા ત્યારે ભાજપમાં પણ અંદરો અંદરની ટાટીયા ખેંચ અને અંદરો અંદરનો ખટરાગ હોય તેમ મેયરનું પોસ્ટર લગાવી દીધું છે ત્યારે આ તંત્રની ભૂલ છે કે પછી આયોજકોનીે તે ખબર નથી જેનો ખુલાસો હવે કમિશનર કરશે કે પછી મેયર શ્રીએ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આજરોજ સેક્ટર ૧૧ ખાતે આ આરોગ્ય રથ ઉભો હતો જેમાં ૨૦૨૦-૨૧ ની ગ્રાન્ટ માંથી વાપરમાં આવેલ હોય તો પૂર્વ મેયર રીટાપટેલ મેયર હતા આ મેટરે ચર્ચા જગાવી છે.
તંત્ર દ્વારા ભાજપમાં અંદરો અંદર ખટરાગ વધે તેવા નુસખા સ્પષ્ટ જાેઈ શકાય છે આવનારા દિવસોમાં પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, હંસાબેન મોદી, પ્રવિણ પટેલ પણ પૂર્વ હોવાથી તેમની તકતીઓ અને તેમના વિકાસના કામો કરેલા હોય તેનું પણ નામ નિશાન તંત્ર મિટાવી ન દે તે ધ્યાન રાખવા જેવું ખરું
————————————————————————
ભાજપ દ્વારામહિલાઓનેપ્રાધાન્ય આપવામાં આવે છેમહિલા સશક્તિકરણની મિસાલ આપવામાં આવે છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ બહારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે મહિલાઓને આદર્શ સન્માન કરે છે ત્યારે આ ટાટીયા ખેંચ અને પોસ્ટર યુદ્ધ , કોનું? તંત્રનું? કે પછી રાજકીય અખાડો?