રાજ્યમાં અનેક હજારો નગરસેવકો ચૂંટાયા છે, ત્યારે નગરસેવકનું શું કામ હોય છે, તે ખબર નગરસેવકોને હોતી નથી, ત્યારે નગરસેવક એટલે નળ, ગટર, રોડ, રસ્તા નું કામ ,પ્રજાનું કરી આપે એ નગરસેવક ત્યારે ઘણા એવા નગરસેવક છે કે આનાથી પણ વધુ કામમાં યોજાઈ જાય ,ત્યારે GJ-18 ખાતેના મેઘ મલ્હાર પાસેની ઘટનામાં વાહન ચાલક સ્લીપ થઈ જતા કોઈ મદદ ન આવતા નગરસેવક પોતે દોડી ગયા હતા. રાત્રે વિગતો અનુસાર ચ -૩ થી વણાંક ઉપર મેઘ મલ્હાર ની સામે એકટીવા લઈને જતા વાહન ચાલક રોડ ,રસ્તા, કંડમ અને તૂટી ગયા હોવાથી સ્લીપ ખાતા પડી ગયા હતા્, અને ખાસ્સું એવું વાગ્યું હતું ,ત્યારે ઘણા લોકોએ આ વાહન ચાલક પડ્યા પણ કોઈએ મદદની તસ્દી લીધી ન હતી, ત્યારે ભાજપના નગરસેવક પદમસિંહ ચૌહાણ પોતે સેક્ટર-૧૧ ખાતે કોઈ કામ અર્થે ચાલ્યા હતા અને તેમની નજર પડતા તુરંત જ ૧૦૮ બોલાવીને પોતે દર્દી સાથે સિવિલ ગયા હતા અને ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી હતી ,દર્દીને આંખ નીચે તથા ચશ્માના કાચ તૂટી ગયા હોઈ, જે વાગવાથી ટાંકા પણ આવ્યા હતા અનાયાસે આંખ બચી જવાબ પામી હતી્ ત્યારે તેને વાહન ચાલક પાસે ઘરના નંબર મેળવીને જ્યાં સુધી તેમના ઘરના સભ્યો ન આવ્યા ત્યાં સુધી સિવિલ ખાતે પોતે હાજર રહીને દર્દી સાથે સેવા આપી હતી.