ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ ધીરે- ધીરે વેગ પકડી રહ્યો છે. દક્ષિણની સીટમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળતાં રોષ યથાવત છે, અપક્ષ તરીકે ભાજપના વિષ્ણુજી ઠાકોર ફોર્મ ભરેલ છે ,તેમનો ફોન સ્વીચ ઓફ આવે છે, ત્યારે એવું લાગે છે કે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે, ચિલોડા ખાતે કાર્યાલયના ઉદઘાટનના પ્રસંગે અલ્પેશનો વિરોધ જાેવા મળી રહ્યો હતો, ત્યારે પૂર્વ એમ.એલ એ. એવા શંભુજી ઠાકોર ક્યાંય પ્રચારમાં દેખાતા નથી ,બાકી ૧૫ વર્ષથી સતત છુટાતા આ ભાથી વગર રથનુ પૈડું અને પ્રચારમાં તેજી આવે તેવું લાગતું નથી કારણ કે શંભુજીએ કરેલા કામોના ફળ ચાખવા ઉમેદવારને મળે, ત્યારે કૈલાશ પરત ઉપર પ્રદક્ષિણા કરવા બેસી જતાં અને રિસાઇ જતા ,આ શિવજીને મનાવવા જરૂરી છે.ચૂંટણીમાં અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ,ત્યારે એક ટિકિટના દાવેદારોમાં રાફડો ફાટ્યો હતો, હવે ટિકિટ જાહેર થયા બાદ ટિકિટ ગમે તેને આપે પણ સ્થાનિક ની માંગને લઈને પેચ ચૂંટણીના પ્રચાર બાદ પણ ફસાયેલો રહ્યો છે.
જયશ્રીબેન પટેલ પોતે દક્ષિણ સીટના પ્રભારી છે, પોતે આઠ વાગ્યાના સવારે આવી જાય છે, પણ કાર્યકરોમાં નિરૂત્સાહ જાેવાઈ રહ્યો છે, જે ટેમ્પો જમાવવા જયશ્રીબેન મથી રહ્યા છે ,તે હજુ જામતો નથી, ત્યારે શંભુજી પણ રીસાતા આ ભોલે શંકરને મનાવવા જરૂરી છે. બાકી આ ફળ ચૂંટણી જીતવાનું ચાખવું હોય તો શંભુજીને સાથે રાખવાના અને વિષ્ણુજીને ફોર્મ પાછું ખેંચાવું જરૂરી છે.