રાજ્યમાં ટેન્ડરિંગ કરીને તંત્રની આંખમાં ધૂળ નાખ્યા બાદ ગેરકાયદે ટેન્ડર પાસ કરાવીને કંપનીને ત્રણ વર્ષ માટે ટેન્ડર ભરવામાં પ્રતિબંધિત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ૨૯ /૧૦/ ૨૦૨૨ થી ત્રણ વર્ષ માટે ટેન્ડર ભરવા માંથી જે પ્રતિબંધિત ફરવાવવામાં આવ્યો છે ,તે ઉપસચિવની સહીથી કરવામાં આવેલ છે અને આની જાણ અધિક્ષક ઇજનેર મા.મ. વર્તુળ, તથા પંચાયત અને તમામ જગ્યાએ પત્ર પાઠવવામાં આવેલ છે ત્યારે સરકારની આંખમાં ધૂળ નાખીને કરોડોનો મલાઈદાર એવું પથિકાશ્રમ હોટલ ગોકુળ દ્વારા લેવામાં આવેલ છે, તે ગેરકાયદેસર હોવાનું પણ પ્રસ્થાપિત થયેલ છે અને અગાઉ પાટનગર યોજના વર્તુળ દ્વારા તારીખ ૧૫/૫/ ૨૦૨૦ ના રોજ સેક્ટર-૧૧ ખાતે આવેલ પથિકાશ્રમ ને ખાનગી ધોરણે ભાડા પટ્ટાના કરારથી લોજીંગ તથા બોર્ડિંગ ચલાવવા અને કામનું સુધારેલ ડીટીપી મજુર કરવા અને શરતો સાથે પત્ર ફાળવેલ જે પત્રમાં લોજીંગ બોર્ડિંગ પાર્ટી પ્લોટ બેંક હોટલની કામગીરીનું ટર્નઓવર ૩.૫૦ કરોડની રાખવાની પેઢીની શરત હતી ત્યારે હોટલ ગોકુલ દ્વારા ટીટીડી પાર્ટમેન્ટ નું રિટર્ન ફાઈલ સાથે ટર્નઓવર હતું તે ૨૦૧૬ -૧૭ માં રૂપિયા ૬૬,૬૯૧=૦૦ હતું ૨૦૧૭ -૧૮ માં ૯૦,૯૭,૮૫૮=૦૦ આસપાસ હતું ત્યારબાદ ૨૦૧૮- ૧૯ માં રૂપિયા ૯૨,૫૨,૭૧૮-૦૦ છે, જે આઇટી વિભાગમાં રજૂ કરેલા આંકડા મુજબ પરંતુ સીએ દ્વારા ખોટું પ્રમાણપત્ર આપીને પ્રોફેટિંગ બોગસ એકાઉન્ટમાં ૨૬ મે ૨૦૨૦ ના રોજ સીએ દ્વારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે તેમાં મોટા વિસંગતતા સર્જાયેલ જે ફરિયાદ માર્ગ-મકાન વિભાગથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ થવા પામી હતી અને ટર્નઓવર ન હોવા છતાં આંકડાની માયાજાળ રચીને ૨૦૧૬ -૧૭, ૩ કરોડનું તથા ૨૦૧૭- ૧૮ માં ૩ કરોડ ૯૦ લાખ અને ૨૦૧૮- ૩ કરોડ ૯૨ લાખ ઉપર ફિંગર દર્શાવી હતી, જે હોટલ ગોકુળની બેલેન્સ શીટ અને સીએ દ્વારા રજૂ કરેલી બેલેન્સ શીટમાં ગફલો કર્યો હોવાનું પણ સામે આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે,મુખ્યમંત્રી સચિવથી લઈને ઉચ્ચકક્ષાએ આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવેલ જે શરતો ખુલ્લેઆમ ભંગ ઉપરાંત ખોટા ટર્નઓવર બતાવીને ટેન્ડર મેળવવા ગફ્લેબાજી કરનાર સામે તંત્રએ હાલ ગોકુળ હોટલનું ટેન્ડર ભરવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે પણ કોન્ટ્રાક્ટ પથિકાશ્રમ નો આપી દીધો તેનું શું? મુખ્ય ભેજાબાજી તો આ છે?
પથિકાશ્રમ નું ટેન્ડર મેળવવા હોટલ ગોકુલે ભટોળ કંસ્ટ્રક્સન દ્વારા જાેઈન્ટ વેન્ચરમાં ભરવામાં આવેલ ત્યારે ફરિયાદમાં ટેન્ડર રદ કરવાના બદલે ફક્ત અને ફક્ત હોટલ ગોકુલને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરીને ભ્રષ્ટાચારના દરવાજા ખોલી દીધા હોય તેમ સેટિંગ ડોટકોમ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અગાઉ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી થી લઈને મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવામાં આવેલ ત્યારે અરજદાર દ્વારા સીએના રિપોર્ટ ૨૦૧૬ થી ૨૦૧૯ અને આઇટી ની નકલ તમામ રજૂ કરેલા જેથી આ ભોપાળુ બહાર આવ્યું છે હતું ત્યારે આ ભોપાળાને સાચવવા તંત્રએ કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ ડોટ કોમ થયું હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.
પથિકાશ્રમનું ટેન્ડર ભરનાર હોટલે ગોકુલને તંત્રએ ત્રણ વર્ષ માટે પ્રતિબંધ તો ફરમાવ્યું, પણ સરકાર સામે ચીટીંગ અને ખોટા CA રીપોર્ટ રજૂ કરીને અને ટર્ન ઓવર ખોટા બતાવીને જે પથિકાશ્રમનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે, તે ગેરકાયદેસર હોવાનું હોવાથી માર્ગ મકાન વિભાગે પ્રતિબંધ ફરમાવ્યો છે, કોન્ટ્રાક્ટરને પ્રતિબંધ ફરમાવતો હુકમ અને જે લોચા-લાપસી જે ટેન્ડરમાં થઇ હતી તેટેન્ડર ચાલુ, આવું કેવું? ભષ્ટ્રાચારમાં હવે માર્ગ મકાન વિભાગથી લઇને પાટનગર યોજના વિભાગના અધિકારીઓની પણ સંડોવણી સામે આવી છે, ટેન્ડર ભર્યું, ત્યારે ચકાસણી કરવાની જવાબદારી કોન? તંત્ર દ્વારા જે શરતો રાખવામાં આવી છે, તેનું પણ પાલન થયું નથી, પથિકાશ્રમ ખાતે જે તોડફોડ થઇ રહી છે, તે નકશા, જગ્યા માટે પરમીશન મનપાની લીધી છે, ખરી? મનપાના તમામ પેવરબ્લોક ઉખેડીને પાછળની જગ્યાઓ પણ તોડફોડ કરવામાં આવી તેની મંજૂરી મેળવી છે, ખરી?