સે-29 ચર્ચની પાછળ,સે-7,સે-11 BSNL પાસે, ગટરો ઉભરાતી છતાં તંત્રની સ્માર્ટ સિટી ની વાતોના વડા
ગુજરાતનું કહેવાતું પાટનગર હવે બે વિભાગમાં વહેંચાઈ ગયું છે ત્યારે ન્યુ GJ-18 એટલે ચ-0,ઘ-0 બાદના વિસ્તારો અને ઓલ્ડ GJ-18 એટલે 1 થી 30 સેક્ટર, પેથાપુર, રાંધેજા સુધીનો વિસ્તાર ગણાય, ત્યારે કોલવડા, વાવોલ જેવા વિસ્તારો પણ મનપામાં મળ્યા છે , ત્યારે 1 થી 30 સેક્ટરમાં સે-29,( ચર્ચની પાછળ)સે-7 શોપિંગ પાસે,સે-11 BSNL પાસે જોવા જાય તો ખુલ્લેઆમ ગટરોમાંથી પાણી વહી રહ્યા છે, ત્યારે મનપાની જૂની કચેરી ms બિલ્ડીંગની બહાર પણ ગંગા જમનાની ગટરોના પાણી વહી રહ્યા છે, રોગચાળાનો ભય, અને શિયાળો હોવાથી દુર્ગંધ પણ ભારે ફેલાઈ રહી છે,
મનપા દ્વારા તગડા ટેક્સ અને હવે તો પાછો વધારો એટલે દોઢો ટેક્સ ભરવાનો નગરજનોને આવવાનો છે, પહેલા ભાજપ – કોંગ્રેસ લેવલમાં હતા, ત્યાં સુધી સારું હતું, ગત ચૂંટણીમાં 16- 16 સીટ આવેલ અને આના કારણે ટેક્સમાં વધારો કોઈ શાસકે કે સતાધીશે કર્યો ન હતો ,પણ ૪૧ સીટો સાથે ભવ્ય વિજય આવતા ટેક્સ વધારો કરાતા ,પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે ,ત્યારે વિકાસની વાતોના વડા હોય તેમ સ્માર્ટ સિટીની વાતો કરીને એક થી 30 સેક્ટરમાં તપાસ કરવામાં આવે તો અનેક ફરિયાદો, પ્રશ્નોના ઢગ ખડકાયા છે ત્યારે સે. -7 ખાતે શોપિંગથી લઈને લોકોના ઘર સુધી ખોદકામ કર્યા બાદ પુરાણ ન થતા ગટરો ઉભરાઈ રહી છે ,ગંદકી ,દુર્ગંધથી પ્રજા ત્રસ્ત છે, ત્યારે સત્તાધીશો ટેક્સ વધારીને મસ્ત બન્યા છે, સે.-7 મેઇન શોપિંગ સેન્ટર પાસે ,છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાય છે ,રજૂઆતો કરવા છતાં ‘નામ વડે, દર્શન ખોટે’, જેવો ઘાટ સર્જાયો છે ,ત્યારે ગટરોના ઢાંકણા તૂટી ગયા ની પણ ઘટનાઓ સામે આવી છે.
GJ-18 ના અનેક સેક્ટરોમાં સમસ્યા વધી રહી છે ,ત્યારે નગરસેવકોથી લઈને ભાજપના કાર્યકરોને ટેક્સ વધારવામાં આવતા પ્રજામાં આક્રોશ સાથે તેમને કહી રહ્યા છે ,ત્યારે સત્તાધીશોને 41 સીટો સાથે મોટી જીત અપાવતા પ્રજાને સહન કરવાનું આવ્યું જેવો ઘાટ સર્જાયો છે.
સ્માર્ટ સિટીની વાતો હોય તો સેક્ટરોમાં ગટરોના પાણી બહાર આવીને દુર્ગંધ આવી રહી છે ,તે પ્રશ્નનો તત્વરીત નિકાલ કરાવો.