GJ-18 એવી નાગરિક કો.ઓ. બેંકમાં વર્ષોથી હોદ્દેદારો રહી ચૂકેલા તેના અને જેમ કોંગ્રેસના ડાંડિયા ડુલ વિધાનસભામાં કર્યા બાદ હવે સહકારી ક્ષેત્રથી લઈને મંડળીઓમાં પણ ભાજપ પ્રવેશ કરે તો નવાઈ નહીં ,ત્યારે વર્ષોથી એક હથ્થું શાસન ભોગવતા અને તારા પછી મારો, મારા પછી તારો ,વારો કરીને બેંક ચલાવતા અનેક જુના જાેગીઓનો એકડો કાઢી નાખવા અને દાંડિયા ડુલ કરવા પડદા પાછળ હવે નવાજૂની ના અંધાણ વર્તાઈ રહ્યા છે ,ત્યારે બેંકની ચૂંટણી ૧૨ ફેબ્રુઆરીના રોજ યોજવા સામે સ્ટે આવ્યો છે. રજીસ્ટ્રારના નોમિની બોર્ડ, બોર્ડ ઓફ નોમીનીઝ અમદાવાદની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સામે કામ ચલાઉ મનાઇ હૂકમ ફરમાવવામાં આવ્યો છે. ચૂંટણી યોજાય તે પહેલા જ બ્રેક વાગતા ચર્ચાનો વિષય બન્યો છે.ચૂંટણીમાં સેક્ટર ૮- બી માં રહેતા નિલેશ પટેલ સેક્ટર – ૨૩ ના દશરથ બી પટેલ, સેક્ટર-૨૨ ના જગદીશ ડાયાભાઈ પટેલ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મતદાર યાદી ખોટી હોવાની રજૂઆત કરવામાં આવી છે. મતદાર યાદીમાં મૃત્યુ પામેલા સભાસદો, જિલ્લા કાર્ય ક્ષેત્રોની બહાર રહેતા સભાસદોનો મુદ્દો કોર્ટમાં ઉઠાવવા માં આવ્યો છે.ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય ફક્ત એક જ દિવસ આપવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એકટની કલમ ૧૦૮ ૧૦(એ)પ્રમાણે કોઈ વ્યક્તિ સળંગ આઠ વર્ષથી વધુ સમય માટે ડિરેક્ટર પદ માટે રહી ના શકે તેવો નિયમ છે. રિઝર્વ બેન્કના ઠરાવ મુજબ જરૂરી છે, ઠુકરવાળા જેવી બેંકમાં આઠ વર્ષથી વધુ રહી ચૂકેલા એ પદ છોડ્યું છે, ત્યારે સ્ટે એવો મનાઈ હુકમ કામ ચગાઉ આવતા ડોક્ટરોમાં દોડાદોડી થઈ ગઈ છે. જવાબ ૨ ફેબ્રુઆરીના રોજ જવાબ આપવાનો છે ,ત્યારે ફોર્મ ભરાઈને આવ્યા તેમાં ૬૩ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી છે ૭ વર્ષ બાદ બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે ,જેમાં જુના જાેગીઓએ કોઈને ફાવવા દીધા નહોતા ફોર્મ ભરવાનો ચાલુ દિવસ રાખતા જે કોર્ટમાં પડકારવામાં આવી હતી.
ફરિયાદ કરનાર દશરથ ભીખાભાઈ પટેલ પોતે મનુભાઈ પટેલના ભાઈ છે, બીજા જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલ પણ પ્રવીણ પટેલ સ્ટીલના વેપારીના ભાઈ છે, ત્યારે આ અંડાઞંડા ચૂંટણી લડવા કોર્ટમાં દડા નો ગોલ ખબર પડતો નથી, ભાજપ દ્વારા કોંગ્રેસનો વિધાનસભામાં સપાટો બાદ હવે સહકારી બેંકથી લઈને મંડળીઓમાં પણ પગ પેસારો સાથે જુના જાેગીઓનો દાંડિયાડુલ કરવા કમરકસી, સવિતાબેન પટેલ મહિલા અનામતમાં ઉમેદારી ઉમેદવારી કરી છે, તટસ્થ ચૂંટણી યોજવા અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે માટે નિયમો મુજબ ચૂંટણી કરવી, આઠ વર્ષ સુધી ડિરેક્ટર રહી શકે નહીં, તેમાં વિક્રમ કે.પટેલ, પ્રવીણકુમાર ડી પટેલ ,વિપુલ આર પટેલ ,અશોક આર પટેલ, મનુભાઈ બી. પટેલ ,જયંતીભાઈ એમ પટેલ, ચંદ્રકાન્ત સી. પટેલ, લાલસિંહ કે. વાઘેલા, હિમાંશુ વી. પટેલ તેમ તમામ આઠ વર્ષથી વધુ સમયથી સત્તા પર ચાલુ છે. ફરિયાદ કરનાર દશરથ પટેલ, જગદીશ પટેલ કોણ? કયા ડાયરેક્ટરના સગા? બાકી આવશે તો ઘરના જેવો ઘાટ, ઘી ઢોળાશે તો ખીચડીમાં