સરકાર કડક ઃ સ્પધૉત્મક પરીક્ષાનું પેપરના સોદા કરનાર ખાનગી, સરકારી તમામ લોકોને ૭ વર્ષની સજાની જાેગવાઈ સાથે વિધેક લાવશે,

Spread the love

ગુજરાતમાં ભરતી કરવા રાજ્ય સરકારે કમરકસી, પણ પેપર લીક કાંડના માફિયાઓને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ વેપલો કરતા અને સરકારને બદનામ કરતા આખરે સરકારે આ પેપર લીક કાંડના માફીઆઓ સામે બ્યુગલ ફૂકવા નવો કાયદો લાવી રહી છે, ત્યારે પેપર લીકની ઘટના સામે કડકાઇથી કામ લેવા આવતા બજેટ સત્રમાં એક વિધેયક લાવી કાયદો બનાવવા તૈયારી કરી રહી છે. આ કાયદામાં આવૃનારી જાેગવાઇ અનુસાર પેપર લીક કરનારા ખાનગી કે સરકારી તમામ લોકોને સાત કે તેથી વધુ વર્ષની કેદ ફટકારવામાં આવશે. આ ઉપરાંત પેપર ખરીદનારા પરીક્ષાર્થીઓ માટે પણ અહીં સજાની જાેગવાઇ નિયત કરીને તેને ત્રણ વર્ષની કેદ નક્કી કરાશે અને તેમની સામે આજીવન ભરતી પર પ્રતિબંધ લદાશે.ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભરતી પરીક્ષાનાં પેપરલીકની ઘટનાઓની ગંભીરતાને ધ્યાને લઇને હવે કડક જાેગવાઇ રાખવી ફરજિયાત બની છે. પેપર લીક કરનારાં તત્ત્વો અને ગેરરીતિ આચરીને ભરતી થવા ઇચ્છતા લોકોમાં દાખલો બેસે તે માટે ગુનાહિત કાવતરાં રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. આથી ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે. આવા કેસ ચલાવવા માટે સરકાર ફાસ્ટટ્રેક કોર્ટની રચના પણ કરશે.
પંચાયત સેવા પસંદગી મંડળે હેડક્લાર્કની ભરતી માટે મોકૂફ રહેલી પરીક્ષા ૧૦૦ દિવસની અંદર યોજવાની જાહેરાત કરી છે, પરંતુ સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા એકાદ સપ્તાહમાં જ આ તારીખ પણ જાહેર કરવાની તૈયારી સરકાર કરી રહી છે. આ માટે કોલેજ કે યુનિવર્સિટીની પરીક્ષા કે અન્ય ભરતીની પરીક્ષા સાથે ટકરાવ ન થાય તેવો દિવસ પસંદ કરાશે.ભરતી પરીક્ષાનું મોનિટરિંગ કરવા માટે સરકાર એક ડીમ્ડ ઓથોરિટીની રચના કરશે, જે માત્ર ભરતી પરીક્ષાના સમયગાળા દરમિયાન જ કાર્યરત્‌ રહેશે. તેમાં એક આઇએએસ અને એક કે બે આઇપીએસ અધિકારીને હંગામી ધોરણે પરીક્ષાના નિયંત્રણ અને નિરીક્ષણ માટે મુકાશે. જાે એક કરતાં વધુ ભરતી પરીક્ષા ચોક્કસ સમયગાળામાં સાથે લેવાશે તો વધુ અધિકારીઓની પણ નિયુક્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com